પાંથાવાડા પોલીસ ચોરી ગુનો ઉકેલતી એલસીબી બનાસકાંઠા

પાથાવાડા પો.સ્ટે વિસ્તારમાં થી બનેલ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી રોકડ રૂપિયા 21000/- તથા મોબાઈલ નંગ 1 તથા કમાન્ડરજીપ સાથે કુલ કિ. રૂ.2,26000/- ના મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા
શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે જિલ્લામાં મિલકત સંબંધી તેમજ ચોરીના અનડીટેક ગુનાઓ સુધી કાઢવા અંગે સૂચના કરતા
શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ ,અર્જુનસિંહ , ઓખાભાઈ તથા પો.કોન્સ ઇશ્વરભાઇ, પ્રકાશચંદ્ર , પ્રકાશભાઈ નાઓ ધાનેરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ધાનેરા સરાલ ત્રણ રસ્તા પાસેથી એક કમાન્ડર જીપ ગાડી નંબર GJ-02-CG-4953 ના ચાલક દેવાભાઈ છગનભાઈ માજીરાણા રહે સરાલ વીડ ધાનેરા વાળાઓને પકડી પાડી તેઓની પાસેથી રોકડ રૂપિયા 21000/- તથા મોબાઇલ નંગ 1 કિરૂ. 5000/- તથા કમાન્ડર ગાડી GJ-02-CG-4953 ની કિ. રૂ.200000/- મળી કુલ કિ. રૂ.2,26000/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા તેની સાથે સુરેશભાઈ બાલુભાઈ વાઘરી રહે અમદાવાદ પાલડી પીટી કોલેજ રોડ એપારમેન્ટ અમદાવાદ વાળા ભેગા મળી ચોરી કરેલાનું જણાવતા હોય જેથી સુરેશભાઈ નાઓને દિયોદર મુકામેથી પકડી આ બાબતે પાંથાવાડા પો.સ્ટે તપાસ કરતાં પાથાવાડા ગુ.ર.ન. 11195036220144 ઇ.પી.કો.કલમ 379,114 આ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી બંને આરોપીઓને પકડી CRPC કલમ 41(1)D,102 મુજબ ધાનેરા પોસ્ટે કાયદેસરની કાર્યવાહી કરેલ છે
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (બનાસકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756