બાઈક ચોરી નો આરોપી ઝડપી લેતી આગથળા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી જે.આર.મોથલીયા સાહેબનાઓ તરફથી તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ બનાસકાંઠા પાલનપુરનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડીસા ડીવીઝન શ્રી ડો.કુશલ આર.ઓઝા સાહેબ નાઓની તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓશોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે તથા શ્રી કે.પી.ગઢવી સર્કલ પો.ઇન્સ. સા.શ્રી ડીસા નાઓના માર્ગદર્શન મુજબ નીચેની હકીકતનો ગાંધીધામ એ ડીવીજન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૬૨૧૧૭૬૧ ઇ.પી.કો ક ૩૭૯મુજબનોગુનો ડીટેક કરેલ છે. આગથળા
પોસ્ટે વિસ્તારમાં મિલ્કત સબંધી ગુન્હાઓ લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા ચેકરા ધુણસોલ ત્રણ રસ્તા ઉપર આવતા એક મો.સા ચાલક આવર્તા જેને રોકાવી તેઓની પાસે મોટર સાયકલના સાધનીક કાગળો માગતા નહીં હોવાનુ જણાવતો હોય અને સદરે મોટર સાયકલના ચાલકનું નામ પુછતા દશરથભાઇ હરીભાઇ જાતે.માજીરાણા (ભીલ) ઉ.વ.૨૧ રહે.ચેકરા તા.લાખણી જી.બનાસકાંઠા વાળો હોવાનુ જણાવેલ તેની પાસે કબજામાંથી મળી આવેલ મોટર સાયકલ જોતા હીરો હોન્ડા કંપનીનુ સ્પેન્ડર પ્લસ કાળા કલરનું જેના આગળ ના ભાગે આર.ટી.ઓ નબર પ્લેટ તુટી ગયેલ છે અને પાછળ ના ભાગે આર.ટી.ઓ રજી નંબર GJ 12 DK 5070 લખેલ છે જેના ચેસીસ નં,MBLHAR086JHB22703 તથા એન્જીન નં.HA10AGJHBB4785 નોછે. પ્રાથમિક દષ્ટ્રીએ જોતા ચોરી કે છળકપટથી મેળવેલાનુ જણાતુ હોઇ જે ઇ-ગજકોપ સોફટવેરના આધારે તપાસ કરતા સદરી મો.સા.નો નં.GJ 12 DK 5070 નો છે અને સદર મો.સા પ્રકાશ માલાજી રાણા રહે.પ્રાથમીક શાળા ની બાજુમાં નવી સુન્દર પુરી ગાંધીધામ કચ્છ- ૩૭૦૨૦૧ નુ હોઇ જેની ખાત્રી તપાસ કરતા પ્રકાશ માલાજી રાણા એ ગાંધીધામ એ ડીવીજન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૬૨૧૧૭૬૧ ઇ.પી.કો ક ૩૭૯મુજબનો ગુનો અનડીટેક હોય જેથી સદરે ગુનાના કામેઇ ગજકોપ સોફટવેરમાં સર્ચ કરી ઉપરોકત ગુનો ડીટેક કરેલ છે.અને સદરે આરોપીને પકડી તેમજ મુદામાલ રીકવરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામે રોકાયેલ પોલીસ અધિકારી કર્મચારીઓના નામ- (૧) શ્રી પી.એન.જાડેજા પો.સબ.ઇન્સ. આગથળા પો.સ્ટે. (૨) લક્ષ્મણસિહ મંગળસીહ અહેડકોન્સ. બનં.૯૭૨ (૩) નરસુગભાઇ ભાવાભાઇ પો.કોન્સ બર્ન,૧૭૪૧ (૪) પો.કો. પ્રકાશકુમાર બાબુભાઇ બ.નં.૧૪૦૭ (૫) પો.કોન્સ યોગેશકુમાર અમૃતભાઇ બ.નં.૧૧૧૬
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (બનાસકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756