ડભોઇ કરણેટ વસાહત-૧ માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો – ખેપિયાઓ ફરાર

” ડભોઇ કરણેટ વસાહત-૧ માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો – ખેપિયાઓ ફરાર ”
વડોદરા ગ્રામ્ય નાઓએ દારૂ/જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અને પ્રોહી ની હેરાફેરી/વેચાણની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અને અસામાજિક પ્રવૃત્તિઓને સદંતર નેસ્ત નાબૂદ કરવા તથા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરતા ઈસમોને રોકવા
કડક પગલાં લેવાની સુચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ડભોઇ ઇ. પોલીસ ઇસ્પેક્ટર એમ. આર .ચૌધરીને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે ડભોઇ તાલુકાના કરણેટ વસાહત-૧ ( અંદરવાળી) મોજે રહેતા અશ્વિનભાઈ નજરાભાઈ વસાવાનાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂ બહારથી મંગાવી પોતાના ભોગવટો કરતાં ઘરમાં અંદર આવેલ ચૂલાની આજુબાજુ ખાડા ખોદીને સંતાડીને આ દારૂનો વેપલો કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનોને બોલાવી રેડ કરવાની સૂચના આપતા તાત્કાલિક પોલીસના જવાનો તથા બે પંચના માણસો ને સાથે રાખી સદર બાતમી વાળી જગ્યા એ રેડ કરતા અશ્વિનભાઈ નજરાભાઈ વસાવા રહે કરણેટ વસાહત-૧ ( અંદરવાળી) તા.ડભોઈ, જી. વડોદરા પોતાના કબજાવાળા મકાનમાં ચુલા ની આજુબાજુ ખાડા ખોદીને સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક ના તથા ટીન કુલ મળીને ૨૧૯ જેની કિંમત ૨૬,૧૭૫ નો મુદ્દામાલ પોલીસના જવાનોએ કબજે કરેલ છે પરંતુ સરદાર હકીકત વાળી જગ્યાએ અશ્વિનભાઈ નાથાભાઈ વસાવા હાજર ન હોવાથી સદર માલ કબજે કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં તેઓની વિરુદ્ધ પ્રો. એક ૬૫ એ.ઈ.મુજબનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756