વાદ નહિ વિવાદ નહિ લાઠીમાં ગંદકીના વિકાસ સિવાય વાત નહિ….રોગચાળો ફેલાવે તેવી નગરપાલિકાની કાગળ ઉપર સ્વસ્છતા…!!!

વાદ નહિ વિવાદ નહિ લાઠીમાં ગંદકીના વિકાસ સિવાય વાત નહિ….રોગચાળો ફેલાવે તેવી નગરપાલિકાની કાગળ ઉપર સ્વસ્છતા…!!! આ બંને તસ્વીરોને જોઈને ગુજરાત સરકારે શ્રેષ્ઠ સ્વચ્છતાનો એવોર્ડ આપવો જોઈએ અમરેલી જીલ્લાની લાઠી નગરપાલિકાને… લુવારીયા દરવાજા પાસે,આસોદર રોડ પર આવેલ પે એન્ડ યુઝ ટોયલેટ ની બરાબર અડીને આવેલ ખુણે થયેલ કચરાના ઢગલા આસપાસ ગાય માતા અને આખલો પ્લાસ્ટીક સહિતનો કચરો ખાતા જોવા મળે છે. ખુલ્લામાં કચરો ફેંકતા અને ગંદકી કરતા લોકો સામે દંડની જોગવાઈ હોવા છતાં કેમ કાઈ કાર્યવાહી કરાતી નથી. રાષ્ટ્રીય કવિ શ્રી કલાપી સાહેબની નગરીમાં આવી ગંદકી ન થાય એવી નગરપાલિકાના સત્તાધીશો,ચીફ ઓફિસર,અને સભ્યો એ કડક થઈને સમગ્ર લાઠી શહેરમાં જે – જે વિસ્તારોમાં કચરાના ઢગલા તેમજ ગંદકી હોય તેવા તમામ વિસ્તારોમાં સફાઈ કામદારો પાસેથી સફાઈ દરમ્યાન નિકાલ કરાવી તાલુકા મથક લાઠી શહેરને સુંદર અને રળિયામણું બનાવવા દરેકે સાથે મળીને ઝુંબેશ ચલાવવાની શરૂ કરવાનો સમય આવી ગયો છે
રિપોર્ટ. ( અતુલ શુક્લ.)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756