ડભોઇ ૫ વર્ષ ની બાળકી રાનીયા એ પ્રથમ રોજો રાખી ઈબાદત કરી

ડભોઇ ૫ વર્ષ ની બાળકી રાનીયા એ પ્રથમ રોજો રાખી ઈબાદત કરી
મુસ્લિમ ધર્મ નો પવિત્ર માસ રમઝાન માસ હાલ ચાલી રહ્યો છે.રમઝાન માસ દરમિયાન નાના બાળકો થી લઇ યુવાનો વૃદ્ધો સૌ કોઈ પાંચ ટાઈમ નમાજ પઢી રોઝા રાખી અલ્લાહ ની બંદગી કરી રહ્યા છે.જે પૈકી ડભોઇ ના તાઈવાગા વિસ્તાર માં રહેતા રમીઝ ડાબીવાલા ની ૫ વર્ષ ની દીકરી રાનીયા ડાબીવાલા એ નાની ઉમર માં કાળઝાળ ગરમી માં 14 કલાક ભૂખ્યા તરસ્યા રહી રોઝો રાખી ખુદા ની બંદગી કરી હતી.અલ્લાહ ની ઈબાદત ની કોઈ ઉંમર હોતી નથી તેમજ સૌ કોઈ ને રોઝા દરમિયાન ખુદા સબર આપે છે જેથી તેઓને રોઝા રાખવા ની ઉર્જા મળે છે.વહેલી સવારે દૂધ તેમજ ફ્રૂટ શહેરી કરી દિવસ દરમિયાન ઉપવાસ કરી સૂર્યાસ્ત બાદ મગરીબ ની અઝાન સાથે રોઝા ખોલવામાં આવે છે.નાનકડી રાનીયા એ જીવન નો પ્રથમ રોઝો રાખતા તેના પરિવાર એ તેનો ઉત્સાહ વધાર્યો હતો અને કુટુંબીજનો એ બાળકી ને મુબારકબાદી સાથે તેને પ્રથમ રોઝા રાખવા બદલ શુભેચ્છા આપી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756