સવાણી પ્રાથમિક શાળા નંબર ૨ દામનગરના વિદાઈ

સવાણી પ્રાથમિક શાળા નંબર ૨ દામનગરના વિદાઈ લઈ રહેલા ૭૯ વિદ્યાર્થીઓના માનમાં સાંસ્કૃતિક કાર્યક્રમથી તાળીઓના ગડગડાટ થી હોલ ગુંજી ઉઠ્યો. દામનગર પે.સેન્ટર સવાણી પ્રાથમિક શાળા નંબર ૨ ના ૭૯ વિદ્યાર્થીઓને વિદાઈ આપવાના અવસરે યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ વિવિધ નૃત્ય સાથે દેશ ભક્તિના ગીતો રજૂ કરી વાતાવરણ લાગણીસભર થયું હતું.શાળાના આચાર્ય શ્રી લાભેશભાઈ રાશિયા અને શાળા પરિવારે શુભકામના પાઠવી હતી.તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય અતુલ શુક્લે પ્રાસંગિક વકતવ્ય આપી વિદાઈ લઈ રહેલા તમામ ૭૯ વિદ્યાર્થીઓને યાદગીરી રૂપે કલમ ભેટ આપી હતી.
રિપોર્ટ : અતુલ શુક્લ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756