ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી તા.૦૪ જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે

ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી તા.૦૪ જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે
Spread the love

ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી તા.૦૪ જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે

પેન્શન અદાલતમાં ભાગ લેવા તા.પાંચમી મે સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે
:ગૂગલ ફોર્મમાં પણ વિગતો ભરી જમા કરાવી શકાશે

ગુજરાત સરકારના પેન્શનરો માટે નાણા વિભાગ, ગાંધીનગર દ્રારા વિવિધ પાંચ ઝોનમાં તા.૦૪ જૂન ૨૦૨૨ શનિવારના રોજ બપોરના ૧૨.૦૦ કલાકથી સાંજનાં ૫.૦૦ કલાક સુધી પેન્શન અદાલતનું આયોજન કરવામાં
આવનાર છે.
રાજકોટ ઝોનમાં આવેલા દેવભૂમિ દ્રારકા,પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પેન્શનરો માટે એ.વી.પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ,કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ સેમીનાર હોલ, હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, રાજકોટ -૩૬૦૦૦૧, ગાંધીનગર ઝોનમાં આવેલા અમદાવાદ,ગાંધીનગર,મેહસાણા,ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના પેન્શનરો માટે કોમર્સ કોલેજ, ઓડીટોરીયમ, સેક્ટર-૧૫, ગાંધીનગર તેમજ બનાસકાંઠા ઝોનમાં આવેલા કચ્છ,બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પેન્શનરો માટે કનુભાઈ મહેતા હોલ,વિદ્યામંદિર સ્કુલ સંકુલ,પોલીસ હેડક્વાર્ટર રોડ, પાલનપુર ખાતે પેન્શન અદાલત યોજાશે .
જ્યારે સુરત ઝોનમાં આવેલા સુરત,વલસાડ,નવસારી, ડાંગ-આહવા, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પેન્શનરો માટે ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. પહેલો માળ,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત તથા ભાવનગર ઝોનમાં આવેલા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના પેન્શનરો માટે જુનો કોર્ટ હોલ, સરદાર વલ્લભાઇ પટેલ કેમ્પસ, મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગૌરીશંકર લેક રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ ખાતે પેન્શન અદાલતોનું આયોજન કરવામાં આવશે.
વધુમાં પેન્શનરો જે જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી/પેન્શન ચૂકવણાં કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedpartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબસાઈટ પરથી અરજીનું નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં જરૂરી વિગતો ભરીને તા.૦૫ મે ૨૦૨૨ સુધીમાં “હિસાબ અને તિજોરી નિયામકની કચેરી,બ્લોક નં.-૧૭, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર” ને મોકલી આપવાની રહેશે. પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઈ ગૂગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકાશે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!