દ્વારારાણપુરમાં ગઢ માં આવેલ ભવાની માતાજીના મંદીરે નવચંડી યજ્ઞ તથા ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો..

સમસ્ત સુવાળીયા સુખડીયા પરીવાર દ્વારારાણપુરમાં ગઢ માં આવેલ ભવાની માતાજીના મંદીરે નવચંડી યજ્ઞ,રાજોપ્ચાર પુજા તથા ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો..
ધારાસભ્ય,સરપંચ સહીત શહેરના આગેવાનો રહ્યા હાજર,સમસ્ત સુવાળીયા સુખડીયા પરીવારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા,
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી અને ગોમા નદી વચ્ચે આવેલ ઐતિહાસિક પૌરાણિક ગઢ માં બિરાજતા રાજ રાજેશ્વરી ભવાની માતાજીના મંદીરે સમસ્ત દશાશ્રીમાળી સુવાળીયા સુખડીયા પરીવાર દ્વારા 26 મો હોમાત્મક નવચંડી યજ્ઞ,રાજોપ્ચાર પુજા સાથે ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો હતો.રાસ ગરબા,ભક્તી રસ ડાયરો,પદયાત્રી નુ બહુમાન,મહાઅભિષેક,અન્નકુટ,નવચંડી મહાયજ્ઞ,ધ્વજા રોહણ,શોભાયાત્રા,મહાઆરતી સહીતના વિધિધ કાર્યક્રમો યોજાયા હતા.ધ્વજા રોહણ પ્રસંગે રાણપુર શહેરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી તેમજ પદયાત્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.રાત્રે ભવ્ય રાસ ગરબા તેમજ લોક ડાયરો યોજાયો હતો.વિવિધ વાનગીઓનો માતાજી ને દિવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધંધુકા વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ,સરપંચ ગોસુભા પરમાર સહીતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં લોકો ગઢ માં ભવાની માતાજીના મંદીરે ઉમટી પડ્યા હતા.મહાપ્રસાદ લઈ સૌ ધન્યતા અનુભવી હતી..
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756