લગ્નનાં ઈરાદે ઘરેથી નીકળી ગયેલ સગીરાને અભયમ ટીમે સમજણ પૂરી પાડી

લગ્નનાં ઈરાદે ઘરેથી નીકળી ગયેલ સગીરાને અભયમ ટીમે સમજણ પૂરી પાડી
Spread the love

લગ્નનાં ઈરાદે ઘરેથી નીકળી ગયેલ સગીરાને અભયમ ટીમે સમજણ પૂરી પાડી..

ડાંગ જિલ્લાના આહવા પાસે ના ગામ ના સગીર અને સગીરા ઘરે થી લગ્ન કરવાને ઈરાદે નીકળી ગયેલા એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઈન મા કોલ કરતા અભયમ રેસ્કયુ વાન આહવા સ્થળ પર પહોચી માર્ગદર્શન આપતા સગીરા પોતાનાં પરિવાર પાસે પરત ફરવા સમત થતા તેને પરિવાર પાસે પહોચાડવામાં આવ્યાં હતાં.
મળતી માહિતી મૂજબ
આહવા તાલુકા ના નજીક ના ગામ માં 13 વર્ષીય રમીલાબેન (નામ બદલેલ છે) અને તેના બાજુ ના ગામ માંથી 17 વર્ષીય રમેશ ભાઈ સાથે મિત્રતા હતી જેઓ અવારનવાર મળતાં હતા અને લગ્ન કરવાનાં ઇરાદાથી ઘરે થી નીકળી જતાં રમીલા બેન ના પિતા તેઓ ને શોધી રહ્યા હતા જ્
એક ત્રાહિત વ્યકિત એ આ બાબત ની જાણ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરીને જણાવી હતી. 181 મહિલા હેલ્પ લાઇન ની ટીમ ડાંગ દ્વારા અસરકારક કાઉન્સિલગ કરી બને ને માર્ગદરશનઆપતાં જણાવેલ કે તમે પુખ્ત વય ના નથી તેથી લગ્ન કરવા એ બાળલગ્ન કહેવાય જે કાયદાકીય ગુનો બને છે હાલ મા બને એ અભ્યાસ મા ઘ્યાન રાખી યોગ્ય કારકીર્દિ બનાવવાની છે
જેથી બને ને પોતાની ભુલ સમજી પરિવાર પાસે પરત ફરવા માનસિક રીતે તૈયાર કર્યાં હતાં રમીલા બેન ને તેઓ ના પરિવાર સાથે પહોચાડવામાં આવ્યાં . રમીલાબેન નો અભ્યાસ તેમનાં પિતા એ છોડાવી દીધેલ જેથી અભયમ ટીમે દિકરી ને ભણાવવાના ફાયદા અને જીવનઉપયોગી બની રહેશે આજે સરકારશ્રીની ની દિકરીઓ માટે અનેક યોજનાઓ છે જેનો પણ લાભ લઇ સકાય તેમ જણાવતાં તેઓ એ રમિલાનો અભ્યાસ પુનઃ શરુ કરાવ્યો હતો આમ અભયમ ટીમ ની અસરકારક કામગિરી થી બને સગીરની ભુલ કરતા અટકાવવામાં આવ્યાં હતા પરીવારે 181 મહિલા હેલ્પ લાઇન નો આ માગૅદશૅન બદલ આભાર માન્યો.

રિપોર્ટ.સંજય ગવળી. ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!