હળવદ તાલુકાના અજિતગઢ ના બોડા ના રણમાં અગરિયા પરિવારો ને તંત્ર ને વાંકે તરસ્યા રહેવાનો વારો !!

હળવદ તાલુકાના અજિતગઢ ના બોડા ના રણમાં અગરિયા પરિવારો ને તંત્ર ને વાંકે તરસ્યા રહેવાનો વારો !!
( રાજ્ય માં સૌથી વધુ નર્મદા નું પાણી હળવદ તાલુકા ને છતાં પણ અહીંના અગરિયા પરિવારો ને દશ દિવસે એક વખત પીવા નું પાણી મળે છે)
હળવદ નજીક આવેલા કચ્છ ના નાના રણ માં મીઠું પકવતા એક હઝાર જેટલા અગરિયા પરિવારો ૪૪ ડીગ્રી તાપમાન વચ્ચે પણ કાળી મજૂરી કરે છે ત્યારે અજિતગઢ ગામ ના બોડા ના રણમાં દશ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે ત્યારે આવા વેરાન રણ માં ગરીબ અગરિયાઓ પાસે રૂપિયા 200 – 200ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી પાણી ન પહોંચાડતા હોય ત્યારે પાણી ના એક ટીપાં માટે અગરિયા ઓ ને રઝળપાટ કરવી પડે છે. હળવદ પંથક ના અજિતગઢ,જોગડ,કીડી,માનગઢ,ટીકર સહિત જુદા જુદા વિસ્તારો માં અંદાજે એક હઝાર થી વધુ અગરિયા પરિવાર દર વર્ષે ઓક્ટોમ્બર થી મેં માસ દરમિયાન કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવવાનું આકરું કામ કરે છે ત્યારે અજિતગઢ ગામ નજીક આવેલા બોડા ના રણમાં
રણમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ટેન્કર બંધ કરી દેવામાં આવ્યા છે અને જો અગરિયા પરિવાર 200 – 200 રૂપિયા આપે તો જ પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી રણમા અગરીયા પરિવારોને પાણી પહોચાડવાનુ બંધ થતાં હાલમાં અગરિયાઓને દુર – દુર સુધી પાણી માટે રઝળપાટ કરવી પડતી હોવાનું બહાર આવ્યું છે.
મેટરબોક્સ…સુવિધા માત્ર કાગળ ઉપર??
૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે મજૂરી કામ કરતા આ પરિવારો
રોજી રોટી મેળવવા સમાજથી અળગા બની ધોમધખતા તાપમાં કાળી મજૂરી કરતા હોય છે અને આ ગરીબ અભણ અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે મસ મોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ ખરા અર્થમાં અહીં આવી સુવિધા માત્ર કાગળ ઉપર જ સીમિત રહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રિપોર્ટ – રવી પરીખ હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756