ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે શકમંદ મુદ્દામાલ સાથે ભંગારનો વેપારી ઝડપાયો

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે શકમંદ મુદ્દામાલ સાથે ભંગારનો વેપારી ઝડપાયો
પોલીસે ભંગારની વખારમાંથી શંકાસ્પદ રૂ.૬૦ હજારની કિંમતના લોખંડના સળિયા કબજે લીધા
ભરૂચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોને એ માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના અપાયેલ છે, તેમજ ભંગારનો ધંધો કરતા ઇસમોની પણ તપાસ કરવા સુચના અપાયેલી છે, ત્યારે ઉમલ્લા પીએસઆઇ વી.આર.ઠુમ્મર ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉમલ્લા પાણેથા રોડ પર આવેલ એક ભંગારના ગોદામમાં ચેક કરતા કેટલોક શકમંદ મુદ્દામાલ નજરે પડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ભંગારના ગોદામમાંથી રૂ.૬૦,૯૦૦ ની કિંમતના લોખંડના જુના નવા સળિયા મળી આવ્યા હતા. જેના કોઇ બીલ કે આધાર પુરાવા મળ્યા ન હતા. પોલીસે આ શકમંદ મુદ્દામાલ કબજે લઇને સ્થળ પર હાજર મળી આવેલ ઇસમ ઉમરજીભાઇ મહમદજીભાઇ ખત્રી રહે. બજાર ફળિયું, ઉમલ્લા, તા.ઝઘડીયાના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઇને તાલુકામાં બે નંબરનો ભંગારનો ધંધો કરતા વેપારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756