મોરબી જીલ્લામાં ચાર શખ્સો ને ધાતકી શસ્ત્રો સાથે દબોચી લેતી પોલીસ

મોરબી જીલ્લામાં હાલ તહેવારો ને અનુલક્ષીને કાયદો -વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ કરી છે. ત્યારે જીલ્લામાં વિવિધ વિસ્તારો માંથી
પેટ્રોલિંગ દરમ્યાન ઘાતકી શસ્ત્રો લઇને ફરતા 4 ઈસમોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ કિસ્સામાં માળીયામાં આરોપી જાવિદ હૈદરઅલી જામ વાગડીયા ઝાંપા પાસે પેન્ટના નેફામાંએક લાકડાના હાથમાં તથા લાકડાંનાં કવરમાં ફીટ કરેલ આશરે એક ફુટ સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર વાળી અણીદાર છરી સાથે ઝડપાયો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી રોનીક શબીરભાઇ મોરવાડીયા ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજ ઉપર પેન્ટના નેફામાં તીક્ષ્ણ ધારવાળી છરી સાથે મળી આવ્યો હતો. ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી લાભશંકરભાઇ રામજીભાઇ દાદલ મોરબી વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર પાસે શારીરિક ઇજા કરી શકાય તેવો લોખંડનો પાઇપ સાથે મળી આવ્યો હતો. જયારે ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી માધવ ઉર્ફે માધીયો યોગેશભાઇ દવે સર્કીટ હાઉસ સામે વિધ્યુતનગરના ઢાળીયા પાસે પેન્ટનાં નેફામાં મ્યાન વગરની સ્ટેનલેસ સ્ટીલની પ્લાસ્ટીકનાં હાથાવાળી છરી સાથે મળી આવ્યો હતો આ ચારેય કિસ્સામાં પોલીસે હથીયાર બંધી જાહેરનામા ક્રમાંકઃ જે/એમએજી/ક.૩૭(૧)જા.નામુ/વશી-૩૦૦૩/૨૦૨૨ તા.૩૧/૦૩/૨૦૨૨ નો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756