મોરબી ખાતે નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ સ્તંભપૂજન મહોત્સવ યોજાયો

મોરબી ખાતે નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ સ્તંભપૂજન મહોત્સવ યોજાયો
Spread the love

વરિષ્ઠ સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા સૌરાષ્ટ્રભરના વડીલ સંતોની પ્રેરક ઉપસ્થિતિ

ભારતીય સંસ્કૃતિના રક્ષક, પોષક અને સંવર્ધક વિશ્વવંદનીય પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પ્રગટ ગુરુહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી મચ્છુ નદીના સુંદર તટે આવનારા દિવસોમાં ભવ્યાતિભવ્ય શિખરબદ્ધ મંદિર નિર્માણ પામશે ત્યારે મંદિર ખાતે સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીની સંનિધિ સાથે સૌરાષ્ટ્રના વિવિધપ્રાંતના સંતો, હરિભક્તો, ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનોની હાજરીમાં પ્રથમ સ્તંભની પૂજન – સ્થાપનવિધિ ઉત્સવ યોજાયો હતો.
ઉત્સવમાં વહેલી સવારે ૬.૩૦ કલાકે સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં વેદોક્તવિધિ પૂર્વક મહાપૂજાવિધિ યોજાઈ હતી. ત્યારે બાદ પ્રથમ સ્તંભ પૂજનવિધિ કરવામાં આવી હતી જેમાં ૧૨૦૦થી અધિક યજમાનો જોડાયા હતા. મંદિરમાં વિશેષ સેવા આપનાર અને ઉત્સવમાં પધારેલા મહાનુભવોને ફૂલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉત્સવ માટે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સુરતથી વિડિયો આશીર્વચન પાઠવ્યા હતા.આ ઉત્સવમાં સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રો રાજકોટ, જામનગર, ભાવનગર, ભુજ, ગોંડલ, અમરેલી, ગઢડાથી આવેલ કોઠારી સ્વામી, સંતો અને પાર્ષદ પણ જોડાયા હતા. મોરબી મંદિરમાં જેમનું વિશેષ યોગદાન છે એવા ટાન્ઝાનિયા દારેસલામના હરિભક્ત અને મોરબી મંદિરના મુખ્ય યજમાન ચુડાસામા પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉત્સવમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે મોરબીના આંગણે સોનાનો સુરજ ઉગ્યો છે. સાથે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ, રેસિડેન્ટ એડિશનલ કલેકટર એન.કે. મૂછાર સહિત અનેક પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220427-WA0050-1.jpg IMG-20220427-WA0051-2.jpg IMG-20220427-WA0049-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!