મોરબીમાં SGST કર્મીઓનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ છતાં કાયમી નિમણુકનો ઓર્ડર ન મળતા અનોખો વિરોધ

મોરબીમાં SGST કર્મીઓનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ છતાં કાયમી નિમણુકનો ઓર્ડર ન મળતા અનોખો વિરોધ
Spread the love

મોરબી: સામાન્ય રીતે સરકારી કર્મીઓ વિરોધ કરવા માટે હડતાળ પાડીને રજા પર ઉતરી જતા હોય છે પરંતુ રાજ્યમાં SGSTના આસિસ્ટન્ટ કમિશનરોએ રજા પર ઉતરવાની જગ્યાએ કામના સ્થળ પર કામના સમય કરતાં વધુ કામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાતનાં સ્ટેટ GST ડીપાર્ટમેન્ટમાં ૨૦૧૮ની બેંચમાં નિમણુક પામેલા ૬૦ જેટલા સહાયક રાજ્ય વેરા કમિશનર, વર્ગ– ૧ સંવર્ગનાં અધિકારીઓને ૨ વર્ષનો પ્રોબેશન સમયગાળો સપ્ટેમ્બર -૨૦૨૦માં પુર્ણ થઇ ગયો છે. જેને દોઢ વર્ષ જેટલો સમય થવા છતા આજ દિન સુધી કાયમી નિમણુકનો ઓર્ડર આપવામાં આવ્યો નથી. જેથી અધિકારીઓ દ્રારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જે હડતાળ પણ અનોખી રીતે કરવાનું નકકી કરાયું છે. જે મુજબ સવારનાં ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ સુધી કચેરી સમયમાં પોતાની ફરજ પુર્ણ કર્યા બાદ રાત્રીનાં ૧૨:૦૦ કલાક સુધી ઓફિસમાં જ બેસીને અલગ અલગ કામ કરવાની શરૂઆત કરાઈ છે. આમ અનોખી રીતે હડતાળ કરવાનાં કારણે સરકારી કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. વધુમાં કચેરી સમય દરમ્યાન કપડાં પર કાળી પટ્ટી ધારણ કરી ઉપવાસ રાખી અજમાયશી સમયગાળો પૂર્ણ થયા બાબતના આદેશ ન થવા બાબતે હકારાત્મક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે મુજબ મોરબી STATE GST કચેરી ખાતે સહાયક રાજ્ય વેરા કમિશનર અને કમિશનરને ટેકો આપવા કચેરીનાં અન્ય સ્ટાફ દ્રારા પણ કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

09-51-19-IMG-20220427-WA0018-768x355.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!