મોરબીના ખાનપર ગામે વાડીમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી : ૬ શકુનીઓ ઝડપાયા

મોરબીના ખાનપર ગામે વાડીમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી : ૬ શકુનીઓ ઝડપાયા
Spread the love

મોરબી તાલુકા પોલીસે  ખાનપર ગામની સીમમાં વાડીની ગામમાં ઓરડીમાં જુગાર રમતા 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને રૂ.૫,૦૨ ,૦૦૦/- રોકડ સાથે અને મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગઢડાને ચોક્કસ બાતમી મળી હતી કે ખાનપર ગામમાં જુગારધામ ધમધમે છે. જેના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં, નેસડા જવાના રસ્તે વિનોદભાઇ ત્રિભોવનભાઇ પટેલના કન્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં જુગાર રમતા રવિભાઈ પ્રભુભાઈ પટેલ, ભાવેશભાઈ મગનભાઈ પટેલ, ધવલભાઈ ભીમજીભાઈ પટેલ, વિનોદભાઈ ત્રિભોવનભાઈ પટેલ, ચેતનભાઈ મનસુખભાઈ પટેલ અને કલ્પેશભાઈ મનસુખભાઈ પટેલને રોકડ રકમ રૂપિયા ૫,૦૨,૦૦૦ સાથેન ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

11-42-58-TALUKA-JUGAAR-PHOTO.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!