મોરબી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો :- જીલ્લા એજન્સીઓ કુભર્કણની નિંદ્રામાં

સ્થાનિક એલસીબી, એસઓજી કુભર્કણની ગાંઢ નિંદ્રામાં તાલુકા પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રઈલર ઝડપી પાડ્યું
ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૪૪ અને બીયર નંગ ૨૮૮ મળીને કુલ ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યા
મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી દેશી, વિદેશી દારૂ ના હાટડાઓ જીલ્લા માં ખુલે આમ ધમધમી રહા છે. છતાં જીલ્લા ની એજન્સી જે નાના, મોટા ગુનાઓ હલ કરાવી પોતાની પબ્લીસીટી માટે દોડા-દોડ કરી રહી છે. છતાં આવા હાટડાઓ તેમને દેખાતા ન હોય અથવાતો રહેમ નજર હેઠળ ચાલતા હોય તેવું લાગી રહું છે. ત્યારે આજે મોરબી તાલુકા પોલીસ ની ટીમે જીલ્લા એજન્સી ઓને સાઈડમાં રાખી ભરતનગર ગામ નજીક ટ્રેઇલરના ટૂલબોક્ષ અને ચોરખાનામાં સંતાડીને ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા ટ્રેલર ચાલકને પોલીસે ઝડપી લઈને ૨.૮૬ લાખના દારૂ સહીત ૧૨.૮૬ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ભરતનગર ગામ પાસે રામદેવ વે બ્રીજ પાસે ટ્રેઇલર આરજે ૧૯ જીડી ૫૮૮૪ માં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી મોરબી આપવા માટે લઇ આવામાં આવ્યો હોય જે ટ્રેઇલર પાર્ક કરી ઉભો હોવાની બાતમી મળી હતી જેથી તાલુકા પોલીસ ટીમે રેડ કરી ટ્રેઇલરના પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાં અને બંને સાઈડના ટૂલબોક્ષમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો .જેમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૪૪ અને બીયર નંગ ૨૮૮ મળીને કુલ રૂ ૨,૮૬,૨૬૦ નો દારૂનો જથ્થો તેમજ ૧૦ લાખનો ટ્રક મળીને કુલ રૂ ૧૨,૮૬,૨૬૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી રામચંદ્ર દલારામ વૈષ્ણવ (ઉ.વ.૨૯) રહે બાડમેર જીલ્લો રાજસ્થાન વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે તાલુકા પોલીસ ટીમે ઝડપેલા દારૂ ટ્રેઈલર પરથી જીલ્લા એજન્સી થોડુ ગ્રહણ કરી જીલ્લા માં ચાલતા દેશી-વિદેશી દારૂના હાટડા ઉપર પગલા લેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756