મોરબીના લીલાપર રોડ પર ના પેટ્રોલ પંપમાંથી રુપિયા ભરેલ બેગની ચોરી

પેટ્રોલ ભરવા આવેલ શખ્સે પેટ્રોલ-ડિઝલ ના વેચાણના રુપિયા ભરી ખાનામાં રાખેલ બેગની ઉઠાંતરી કરી છુ.
મોરબી જીલ્લા માં કાઈમ રેટ દિવસે ને દિવસે વધી રહો છે.અને આવારા તત્વોને પોલીસ નો કોઈ ડર જ રહો ન હોય તેવું પ્રતિત થઈ રહું છે. જીલ્લા માં ચોરી,લુંટ,મારા મારી જેવા ગુનાઓ હવે સામાન્ય બની રહા છે.ત્યારે લીલાપર ચોકડી નજીક આવેલ પેટ્રોલપંપ પર આવેલ પેટ્રોલ પુરાવા આવેલા મહિલા સહિતના શખ્સોએ ટેબલના ખાનામાંથી ૧ લાખથી વધુની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રવાપર રોડ પર રહેતા અને લીલાપર ચોકડી પાસે પેટ્રોલપંપ ધરાવતા લીશાંતભાઈ ત્રિભોવનભાઈ દલસાણીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પેટ્રોલપંપ પર બે પુરુષો અને એક સ્ત્રી એમ ત્રણ અજાણ્યા માણસો બજાજ ડિસ્કવર મોટર સાઈકલ લઇ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા આવી તેમાંથી એક માણસે પેટ્રોલપંપના ટેબલના ખાનામાં પેટ્રોલ ડીઝલ વેચાણના રૂપિયા ૧,૦૩,૪૬૦ ભરેલ બેગ ચોરી છુપી રીતે કાઢી લઇ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756