મોરબીના જાંબુડિયા પાસે આવેલ સિરામીકના ગોડાઉનમાંથી 4.64 લાખની ટાઇલ્સની ચોરી

એવિયાના સીરામીકના ગોડાઉનમાંથી આઈસરમાં ટાઈલ્સ ભરી ગઠીયો છુંમંતર
મોરબી : મોરબી જીલ્લા માં કાઈમ રેટ દિવસે ને દિવસે વધી રહો છે.અને આવારા તત્વોને પોલીસ નો કોઈ ડર જ રહો ન હોય તેવું પ્રતિત થઈ રહું છે. જીલ્લા માં ચોરી,લુંટ,મારા મારી જેવા ગુનાઓ હવે સામાન્ય બની રહા છે.ત્યારે જાબુંડિયા ગામની સીમમાં આવેલ સિરામીક ફેકટરીના ગોડાઉનને નિશાન બનાવી આઇસર અને મોટર સાયકલમાં આવેલ ગઠિયાઓ રૂપિયા 4.64 લાખની કિંમતની સ્લેબ ટાઇલ્સની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂંટુ ગામે બસ સ્ટેશન સામે છોટે સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ અશોકભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ચાલક તથા મોટર સાયકલ ચાલક ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે, ગત તા. 27ના રાત્રીના સાડા દસેક વાગ્યાથી તા.28ના રાતના આશરે દોઢેક વાગ્યા દરમ્યાન તેમના જાંબુડિયા ગામ નજીક આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનમાથી રૂપિયા 4.64 લાખની કિંમતની ટાઇલ્સની ચોરી થયેલ હતી. વધુમાં ચોર ગઠિયાઓ દ્વારા ગોડાઉનમાંથી સ્લેબ ટાઇલ્સનો પ્રીમીયમ તથા એસ.ટી.ડી માલની 800 x 2400 mm માપના સ્લેબ ટાઇલ્સના પીસ નંગ-476 જે એક પીસની કિમત રૂપિયા 975 લેખે 4.64 લાખની કિંમતની સ્લેબ ટાઇલ્સ ચોરી થવા મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756