અસ્થમા અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સુરત ની IDCC હોસ્પિટલ ખાતે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળી ને અસ્થમા અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જેમાં સુરત ના પ્રખ્યાત પ્લમોલોજીસ્ટ ડૉ. ચંદ્રકાન્ત ઘેવરિયા , સાઉથ ગુજરાત ના પ્રખ્યાત ઇન્ફેકશિયસ ડીસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ. પ્રતીક સાવજ , ICU , ઈમરજન્સી અને ક્રિટિકલ કેર ના નિષ્ણાંત ડૉ. નીરવ ગોંડલીયા દ્વારા આ અવેરનેસ સેસન ને હોસ્ટ કરવામાં આવેલ.
આ સેસન નો મુખ્ય હેતુ અસ્થમા નું નિદાન , અસ્થમા વિશે સચોટ માહિતી અને સમાજ માં ઉભી થયેલી ઘણી ગેરમાન્યતાઓ અને ભયમુક્ત થઈ સાચી અને સારી સારવાર કઇ રીતે કરી શકાય તે હતું. આ ઉપરાંત ડૉ.ચંદ્રકાન્ત ઘેવરિયા દ્વારા ઇનહેલર ના ઉપયોગ અને એમના ફાયદા / ગેરફાયદા જણાવી એમને લાઈવ ડેમોસ્ટ્રેશન પૂરું પાડ્યું હતું.
યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિતભાઈ બુટાણી સહિતના સભ્ય, IDCC હોસ્પિટલનો સ્ટાફ અને સુરતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ સેસન માટે વહેલી સવારે લગભગ 7 વાગે હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આભાર વિધિ કરતા ડૉ.ભાવિન શિરોયા (એડમીન : IDCC હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે આવા અવેરનેસ કેમ્પ સમાજ ઉપયોગી નિવડતા હોય છે, અને આવા અવેરનેસ કેમ્પ ના લીધે જ સામાજિક ક્રાંતિ થઈ શકે છે અને સમાજ માં અનોખી સ્કિલ ડેવલપ થતી હોય છે. આ ઉપરાંત IDCC હોસ્પિટલ ની ટિમ 24×7 કલાક સમાજ ઉપયોગી કાર્ય માટે સમાજ ની સાથે ઉભી રહેશે અને આગામી સમય માં પણ આવા અનેક અવેરનેસ કેમ્પો સાથે મળી સુનિયોજીત રીતે પૂર્ણ કરીશું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756