હળવદ પાલિકાએ ભરતી કરેલા સફાઈ કામદારોને સાવરણા પકડાવો

હળવદ પાલિકાએ ભરતી કરેલા સફાઈ કામદારોને સાવરણા પકડાવો
સમસ્ત વાલ્મિકી સફાઈ કામદારો દ્વારા રોસ્ટર મુજબ ભરતી થયેલા સફાઈ કામદારો પાસે પણ સફાઈ કામગીરી કરાવવા માંગ સાથે આંદોલન શરૂ
વાલ્મિકી સમાજ દ્વારા સવર્ણ સફાઇ કામદારોના જાહેરમાં હોર્ડિંગ લગાવતા તરેહ-તરેહની ચર્ચા
હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા રોસ્ટર પદ્ધતિથી ભરતી કરવામાં આવેલા સફાઈ કામદાર કર્મચારીઓ પાસેથી મૂળભૂત હેતુ મુજબની સફાઈ કામગીરી જ કરાવવામાં ન આવતી હોય આજે સમસ્ત વાલમીકી સફાઈ કામદારો દ્વારા રોસ્ટર મુજબ ભરતી થયેલા સફાઈ કામદારો પાસે પણ સફાઇની કામગીરી કરાવવાની માંગ સાથે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આવતીકાલથી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ તથા આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
સમસ્ત વાલ્મિકી સફાઈ કામદારો દ્વારા હળવદ પાલિકાના ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગત તારીખ 22/4 ના રોજ હળવદ નગરપાલિકા કચેરીમાં તાજેતરમાં રોસ્ટર મુજબની ભરતી થયેલ સફાઈ કામદારો પાસે મૂળભૂત હેતુ મુજબ શહેરમાં સફાઈ કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની એવી કામગીરી કરવામાં આવી નથી જેને લઇ વાલ્મિકી સમાજના સફાઇ કામદારોને સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમસ્ત સફાઈ કામદારો દ્વારા હળવદ નગરપાલિકાએ સફાઈ કામદારોને નામે ભરતી કરેલા ઉમેદવારોના ફોટા સાથેના પોસ્ટરો પણ શહેર ભરમાં લગાવ્યા છે અને અસ્પૃશ્યતા અને ભેદભાવ મામલે સરકાર તેમજ સ્થાનિક નાગરિકો સમક્ષ ન્યાય માટેની આ લડત અંગે નવો રસ્તો અપનાવતા શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.
બીજી તરફ સમસ્ત વાલ્મીકી સફાઈ કામદારો આવતીકાલથી તારીખ 5/5/2022થી રોસ્ટર પદ્ધતિથી ભરતી થયેલા સફાઈ કામદારો પાસેથી નિયમ મુજબ સફાઈ કામ કરાવવાની માંગ સાથે હળવદ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી માંગણી ન સંતોષાય તો આંદોલનને ઉગ્ર બનાવવાનું જાહેર કર્યું છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756