બાઇકચોરીનો અનડીટેકટ ગુન્હો ઉકેલી 1 શખ્સને ઝડપી પાડતી ગીર સોમનાથ એલસીબી

ગીર સોમનાથ એલસીબીએ બાતમીના આધારે બાઇકચોરીનો અનડીટેકટ ગુન્હો ઉકેલી 1 શખ્સને ઝડપી પાડયો
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં બનતા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જેના પગલે એલસીબી ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સ. કે.જે.ચૌહાણ ના સીધા માર્ગદર્શન હેઠળ તા .૪ ના રોજ ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફ સાથે પ્ર.પાટણ પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભાલકા મંદીર પાસે રોડ પાસે આવતા એલસીબી સ્ટાફના એએસઆઇ અજીતસિંહ પરમાર તથા હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટને મળેલ બાતમીના આધારે પ્રદીપભાઇ જીતેન્દ્રભાઇ ચુડાસમા જાતે- અનુ.જાતી ઉ.વ. ૨૧ રહે- હાડીવાસ તાલાળા નાકા વેરાવળ અને અન્ય એક ઇસમ ચોરી કરેલ મોટર સાયકલ લઇને પાટણ દરવાજાથી ભાલકા મંદીર તરફ આવતા હોય જેથી ભાલકા મંદીર પાસે વોચ ગોઠવી તેઓને રોકી તેની પાસેના મોટર સાયકલના આધાર કે કાગળો નહી હોવાનું જણાવેલ જેથી ઇગુજકોપનો ઉપયોગ કરી ટુ વ્હીલના નંબર વેરીફાઇ કરતા ચોરી કરેલની કબુલાત આપેલ હતી. જેથી તેઓની પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના એન્જીન નંબર જોતા- HA10AGJ5K06042 તથા ચેસીસ નંબર- – MBLHAR 079J5K03930 ની બાઈક કી.રૂ. 30 હજાર ની કબ્જે કરી પ્ર.પાટણ પોલીસ સ્ટેશન માં ખરાઇ કરતા ઇ.પી.કો.ક -૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયેલ હતો.આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.જે.ચૌહાણ , એએસઆઇ અજીતસિંહ પરમાર , હેડ કોન્સ . નરેન્દ્રભાઇ પટાટ , ભાવસિંહ સિસોદીયા , પેરોલ ફર્લો સ્કવોડના ભાવેશભાઇ મોરી, વિરાભાઇ ચાંડેરા , ગોપાલ મકવાણા સહિતના જોડાયા હતા.
રિપોર્ટ:- રાહુલ કારીયા, ગીર-સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756