ઢીમાની સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટનાથી થરાદ ABVP દ્વારા કરાઈ રજૂઆત

ઢીમાની સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટનાથી થરાદ ABVP દ્વારા કરાઈ રજૂઆત
શાળાઓમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તો વિદ્યાર્થીઓ કોના ભરોસે..? લોકમુખે ચર્ચાસ્પદ સવાલ
હુમલાખારોને જાણે કે પોલીસનો જરા પણ ડર ન હોય તેમ હુમલાખોરો બેફામ બની ગયા છે, ત્યારે વાવ તાલુકાના ઢીમાની સંસ્કાર વિદ્યાલય સ્કૂલમાં પરીક્ષા દરમિયાન હુમલાખોરોએ યોગેશભાઈ અમીરામભાઈ ઢેમેચા નામના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે, જેના પડઘા સમગ્ર પંથકમાં પડતા એબીવીપી થરાદ શાખાએ બાયો ચડાવી હોઈ હુમલાખોરો સામે કાર્યવાહી કરવા થરાદ પ્રાન્ત કચેરી સહિત થરાદ એએસપી પૂજા યાદવને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી. રોષે ભરાયેલ એબીવીપીના કાર્યકરોએ જણાવ્યુ હતું કે બનેલી ઘટનાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી નિંદા કરે છે તેમજ જીવલેણ હુમલાથી ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે અને કસુરવાર હુમલાખોર શખ્સો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી, જોકે જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીને સાચો ન્યાય નહીં મળે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી નહીં કરાય તો એબીવીપી દ્વારા ના છુટકે તબક્કાવાર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી, આ પ્રસંગે એબીવીપીના પ્રમુખ કાર્યકર પ્રવિણભાઈ જોષી, જીલ્લા સમિતી સદસ્ય અરવિંદભાઈ પુરોહિત, નગરમંત્રી યશપાલસિંહ ચૌહાણ, રોહિતભાઈ જોષી, સેંધાભાઈ ચૌધરી સહિત કાર્યકરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756