ઘરેલું હિંસાથી પીડિત સગર્ભા મહિલાના લગ્નજીવનનું સુખદ સમાધાન

ઘરેલું હિંસાથી પીડિત સગર્ભા મહિલાના લગ્નજીવનનું સુખદ સમાધાન
Spread the love

કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈન તથા કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ્ સપોર્ટ સેન્ટરના સંકલનથી ઘરેલું હિંસાથી પીડિત સગર્ભા મહિલાના લગ્નજીવનનું સુખદ સમાધાન

મહિલાને વારંવાર પિયર તેડી જતા હોવાથી સમાજના રિવાજો અને મેણાટોણાથી કંટાળીને અંતે મહિલાએ ૧૮૧ની મદદ માંગી

                                

જૂનાગઢ : કેશોદ તાલુકાના વિસ્તારમાં સાત મહિનાથી પરણીને સાસરે આવેલ મહિલા પર પતિ અને સસરા માનસિક ત્રાસ ગુજારતા હતા. આથી મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતા કેશોદ ૧૮૧ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર મહિલાનુ કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, સાત મહિનાથી પરણીને સાસરે આવી છે. મહિલા હાલ સગર્ભા છે. પરંતુ મહિલાના પતિ અને સસરા મહિલા પર વારંવાર માનસિક શારિરીક ત્રાસ ગુજારતા હતા. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના પતિ અને સસરા માનસિક શારિરીક ત્રાસ ગુજારતા હોવાથી  મહિલાને વારંવાર પિયર તેડી જવાની ફરજ પડતી. આથી સમાજના રિવાજો અને મેણાટોણાથી કંટાળીને અંતે મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગી હતી. તેથી ૧૮૧ના કાઉન્સેલર ડાયબેન માવદિયા દ્વારા મહિલાના લાંબા ગાળાના કાઉન્સેલીંગ માટે કેશોદ પોલીસ સ્ટેશન બેઈડ્ઝ સપોર્ટ સેન્ટર ખાતે હેંડ ઓવર કરેલા અને કેશોદ પોલીસ સ્ટેશન બેઈડ્ઝ સપોર્ટ સેન્ટર દ્વારા તુરંત મહિલાના પતિને ફોન કરી બોલાવી સંપૂર્ણ ઘટના વિશે પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા. અને હાલ મહિલા સગર્ભા હોય તેથી તેમની સંભાળ રાખવા સમજાવી ભવિષ્યમાં મહિલા પર માનસિક શારિરીક ત્રાસ ન આપવા લેખીત બાંહેધરી લઇ સુખદ સમાધાન કરાવ્યુ હતુ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!