માંગરોળના વરિષ્ઠ પત્રકારની પ્રેરણાથી જુનાગઢમાં વૈષ્ણવ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

🙏ચક્ષુદાન-મહાદાન🙏
માંગરોળના વરિષ્ઠ પત્રકારની પ્રેરણાથી જુનાગઢમાં વૈષ્ણવ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
આજ રોજ તા.૨૩.૦૫.૨૦૨૨,સોમવારના રોજ જુનાગઢ નિવાસી સ્વ.જયાબેન કાંતિલાલ વૈષ્ણવ(ઉ.વ.૯૩) કે જેઓ સ્વ.જયંતિભાઈ વૈષ્ણવ,કિશોરભાઈ વૈષ્ણવના માતૃશ્રી તેમજ માંગરોળના વરિષ્ઠ પત્રકાર,જાયન્ટ્સ ગૃપના સિનિયર ગુણવંતભાઈ સુખાનંદીના માસી થાય છે.
સ્વ.જયાબેનનું દુઃખદ અવસાન થતા માંગરોળના ગુણવંતભાઈ સુખાનંદીની પ્રેરણાથી આ પરિવારે ચક્ષુદાન કરવાની તૈયારી બતાવી હતી.આથી જુનાગઢમાં ચક્ષુદાનક્ષેત્રે સેવા આપતી સંસ્થા દ્વારા તેમનું ચક્ષુદાન થયું હતું.
આજના ચક્ષુદાતા સ્વ.જયાબેનને શિવમ્ ચક્ષુદાન આરેણા શ્રધ્ધાંજલી અર્પે છે.અને તેમના પરિવારને બિરદાવે છે.
ગુણવંતભાઈ સુખાનંદી કે જેઓ માંગરોળમાં વિવિધ સામાજીક કાર્યક્ષેત્રમાં જોડાયેલ રહે છે તેમજ ચક્ષુદાન,રક્તદાન જેવી પ્રવૃતિમાં સાથ અને સહકાર આપે છે.શિવમ્ ચક્ષુદાન આરેણા સાથે તેમનો કાયમીનો નાતો રહ્યો છે.આજે તેમણે પોતાના માસીનું ચક્ષુદાન કરી ચક્ષુદાન પ્રવૃતિને વેગ આપ્યો છે.
સ્વ.જયાબેનના આત્માને ભગવાન શાંતિ આપે તેવી શિવમ્ ચક્ષુદાન આરેણા પ્રાર્થના કરે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 5575