ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના વાઇસ ચેરેમેનની નિમણૂક કરાય

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના વાઇસ ચેરેમેનની નિમણૂક કરાય
Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના વાઇસ ચેરેમેન તરીકે નાપાડ ના નસરુદ્દીન રાઠોડ ની વરણી કરવામાં આવી

નશરુદ્દીન રાઠોડ મોલે સલામ ગરાસિયા સમાજ ના સામાજિક કાર્યકર છે અને ધર્મ કે જાતીના ભેદભાવ સિવાય સર્વે લોકો સાથે દૂધમાં સાકર ભળી જાય. તે રીતે સર્વને સાથે રાખીને ચાલનાર વ્યક્તિત્વ ધરાવે છે તેમજ તેઓ સર્વના વિકાસ માટે આંખ બંધ કરીને કામ કરવા માટે તત્પર રહે છે, જેઓ અગાવ આણંદ તાલુકા પંચાયત માં કોંગ્રસ તરફથી વિરોધ પક્ષ ના નેતા તરીકે ની ફરજ બજાવેલ છે, તેમજ આણંદ તાલુકા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ તરીખે પણ સારી કામગીરી નિભાવેલ છે.તેમજ આણંદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપ પ્રમુખ તરીકે પણ શોભનીય કામગીરી નિભાવેલ છે,જી.પી. સી.સી. માઈનોરીટી ડીપાર્ટમેન્ટ ના મહામંત્રી રહી ચુકેલ છે.આણંદ તાલુકા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન ના પ્રમુખ પણ રહી ચુકેલ છે. નયા પડકાર ન્યુઝ પેપર માં રિપોર્ટર પણ રહી ચૂકેલ છે. તેમજ 𝙰12 ન્યુઝ ચેનલ ના મધ્ય ગુજરાત ના ચીફ બ્યુરો ચીફ તરીકે પણ રહી ચૂકેલ છે,, હાલ તેઓ મીરા ન્યુઝ ચેનલ (હિન્દી) ના ગુજરાત રાજ્યના બ્યુરો ચીફ છે,તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એશોશિયન ના ગુજરાત રાજ્ય ના ક્રાઇમ અને ડ્રગ્સ વિભાગ ના ડિરેક્ટર છે. પ્રેસ ક્લબ ઓફ વર્કિંગ ર્જનાલીસ્ટ ના રાષ્ટ્રીય કારોબારી સભ્ય છે તેમજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના આણંદ જિલ્લા ના કન્વીનર પણ છે. તેમજ મફત રોગ નીદાન કેમ્પો નુ આયોજન, વૃક્ષારોપણો ના કાર્યક્રમો કરવા તેમજ ધણા બધા લોકહીત ના પ્રોગ્રામો પણ કરી ચુકેલા છે.તેમજ ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે તેમજ સરકાર શ્રી ના ઘણા ડિપાર્ટમેન્ટ તરફથી તેમજ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. તરફથી એવોર્ડ,પુરસ્કાર, તેમજ સન્માન પત્ર મળેલ છે. ઉપરોક્ત કામગીરી ને ધ્યાન લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ ના વિરોધ પક્ષ ના નેતા શ્રી સુખરામભાઇ રાઠવા. જી.પી.સી.સી. લઘુમતી ડિપાર્ટમેન્ટ ના પ્રભારી શ્રી અનુરોધ લલિત જૈન ની ભલામણ થી એ.આઈ.સી.સી.ના આદરણીય સોનીયાજી, આદરણીય રાહુલ ગાંધી ની મંજુરીથી એ.આઈ.સી.સી. ના ચેરેમેન શ્રી મોહમ્મદ ઇમરાન પ્રતાપગઢી ના આદેશથી જી.પી.સી.સી. ના કાર્યકારી ચેરેમેન શ્રી ઈમ્તિયાઝ અલી કાદરી. જી.પી.સી.સી. ના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરેમેન શ્રી વજીરખાન પઠાણ એ હાજી નશરુદ્દીન રાઠોડ ની ગુજરાત રાજ્યના વાઇસ ચેરેમેન તરીકે ની નિમણૂક કરેલ છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!