ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
Spread the love

સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં આવેલ મહાદેવ સોસાયટીમાં સ્કોર્પિયો ફોરવ્હિલ કારમાંથી દારૂ સગેવગે થાયતે પહેલા જ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની બોટલો નંગ-૩૭૨, વાહન તથા મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ. ૩,૦૫,૦૨૦/- ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ

જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓના પોલીસ સ્ટાફને સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે આજરોજ તા.૧૩/૦૬/૨૦૨૨ ના વહેલી સવારે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે, અમરેલી એલ.સી.બી ટીમે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં જેસર રોડ ઉપર આવેલ મહાદેવનગર સોસાયટીમાં આરોપીઓની ફોરવ્હિલ કારમાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ રેઇડ કરી, ગેરકાયદેસર રીતે વાહનમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની જુદી જુદી બ્રાન્ડની બોટલો સાથે બે વ્યક્તિઓને પકડી પાડી, તેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) રઘુભાઇ કાળુભાઇ લોમા, ઉ.વ.૩૦, રહે.સાવરકુંડલા, જેસર રોડ, મહાદેવનગર સોસાયટી, જિ.અમરેલી (૨) શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા, ઉં.વ.૩૪, રહે.સાવરકુંડલા, કલ્યાણ સોસાયટી, મુળ રહે.લુવારા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી

પકડવાના બાકી આરોપીઓ-

(૧) હરેશભાઇ દરબાર, રહે.સાવરકુંડલા

(૨) ભાવેશભાઇ જયંતીભાઇ ધાખડા, રહે.સાવરકુંડલા (૩) નિમેશભાઇ ઉર્ફે વિજળી જીણાભાઇ વાડદોરીયા, રહે.સાવરકુંડલા,જી.અમરેલી, (૪) ટીણાભાઇ, રહે.મહુવા, મો.ન.૭૪૮૭૮૪૬૯૬૫

પકડાયેલ આરોપી શાંતીભાઇ વિક્રમભાઇ બોરીયાનો ગુનાહિત ઇતિહાસ

આરોપી શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા વિરૂધ્ધ અગાઉ નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે. (૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૫/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ (૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩ ૨૦૦૪૬૭/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ તથા એપેડેમિક ડિસિઝ એક્ટ કલમ ૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧(બી)

પકડાયેલ આરોપી રઘુભાઇ કાળભાઇ લોમાનો ગુનાહિત ઇતિહાસઃ

આરોપી શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા વિરૂધ્ધ અગાઉ નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે. (૧) જેસર પો.સ્ટે. જિ.ભાવનગર ગુ.ર.નં. પ્રોહી ૯૬ ૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬(બી)

પકડાયેલ મુદ્દામાલઃ

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ મીલીની બોટલ નંગ-૩૭૨, કિં.રૂ.૧,૪૩,૫૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪, કિં.રૂ.૧૧,૫૦૦/- તથા મહિન્દ્રા સ્કોર્પિયો ફોરવ્હિલ કાર, રજી.નંબર GJ 01-HD-6059, કિં.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૩,૦૫,૦૨૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220613-WA0040-1.jpg IMG-20220613-WA0041-2.jpg IMG-20220613-WA0027-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!