ગાડીઓમાં કાળા કાચ અને નંબર પ્લેટ નહિ લગાવવાના નિયમો માત્ર સામાન્ય જનતા માટે ??

ગાડીઓમાં કાળા કાચ અને નંબર પ્લેટ નહિ લગાવવાના નિયમો માત્ર સામાન્ય જનતા માટે ?? કડી પોલીસ ટ્રાફિક ના કાયદા થી ઉપર હોવાનું ચિત્ર
— સામાન્ય જનતા પાસેથી ટ્રાફિક ના નિયમો માં દંડ વસૂલતી કડી પોલીસ જ ટ્રાફિકના નિયમોના ઉડાવે છે ધજાગરા
— કડી પોલીસ ના કર્મચારીઓ કાયદાથી ઉપરવટ જઈ ગાડીઓમાં કાળા કાચ અને નંબર પ્લેટ લોકોમાં જમાવી રહ્યા છે રોફ
— પોલીસ અને પ્રજા માટે કાયદો સરખો કે અલગ ?? જનતા માગે છે જવાબ
સામાન્ય જનતા સામે દંડ વસૂલતી કડી પોલીસ પોતાના ડિપાર્ટમેન્ટ અને અસામાજિક તત્વો સામે કેમ થઈ જાય છે મુંગીમંતર
કડી પોલીસ ના કર્મચારીઓ ટ્રાફિક ના નિયમો નું છડેચોક ઉલ્લંઘન કરી તેમના અંગત ઉપયોગ માટે ના વાહનોમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિના શહેરભરમાં ફરી રહ્યા હોવાનું જોવા મળ્યું રહી છે.ટ્રાફિક ના નિયમોનું જનતા પાસે કડકાઇપૂર્વક પાલન કરાવનાર કડી પોલીસ ખુદ ટ્રાફિક ના એક પણ નિયમનું પાલન નહિ કરતી હોવાનું વરવું દ્ર્શ્ય કડીમાં જોવા મળી રહ્યું છે.
કડી શહેરમાં સામાન્ય જનતા પાસે ટ્રાફિક ના નિયમોનું સખત પણે પાલન કરાવી મોંઘવારી નો માર સહન કરતી જનતા પાસે દંડ વસુલવામાં મર્દાનગી બતાવતી કડી પોલીસ પોતે કોઈ પણ નિયમોનું પાલન નથી કરી રહી.કડી પોલીસ ના કોન્સ્ટેબલ,હેડ કોન્સ્ટેબલ થી માંડી ને પી.એસ.આઇ સહિતના કર્મીઓ પોતાના વાહનોની નંબર પ્લેટ કાઢી નાખી ગાડીઓમાં કાળા કાચ રાખી ફરી રહ્યા છે તો પણ સમાન્ય જનતાને ધમકાવતી પોલીસ ની નજરમાં તેમના ડિપાર્ટમેન્ટ ની જ ગાડીઓ કેમ દેખાતી નથી તે એક પ્રશ્નાર્થ છે. કડી પોલીસ અને સામાન્ય જનતા માટે ટ્રાફિક ના નિયમો અલગ અલગ જોવા મળી રહ્યા છે જેથી સામાન્ય જનતા ઉપર રોફ જમાવતી કડી પોલીસ ના આવા વલણ ઉપર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ ના વહાલા દવલા ને છાવરવાની નીતિ થી ત્રસ્ત લોકો આગામી સમયમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી શકે છે.
*ટ્રાફિક નિયમો ના છડેચોક ધજાગરા ઉડાવતા કડી પોલીસના કર્મીઓ ઉપર કોનો છે હાથ ? કડી પીઆઇ આવા કર્મીઓ ઉપર કાર્યવાહી કરવામાં મૌન કેમ છે જનતાના મનમાં ઉથી રહ્યા છે સવાલ*
કડી માં સામાન્ય નાગરીકો ને ટ્રાફિક ના જુદા જુદા નિયમો બતાવી હેરાન કરતી કડી પોલીસ ખુદ ટ્રાફિકના નિયમો ના ધજાગરા ઉડાવે છે તો તેમના ઉપર કોણ હાથ છે તથા પી.આઇ.તેમને ટ્રાફિકના નિયમો ના ધજાગરા ઉડાવતા હોવા છતાં છાવરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.કડી પોલીસ ના કર્મીઓ ઉપરાંત જાહેરમાં બે નંબર ના ધંધાઓ કરતા અસામાજિક તત્વો પોતાની ગાડી ના કાચ કાળા કરાવી નંબર પ્લેટ વિના વાહનો ફેરવતા હોવા છતાં કડી પોલીસ દ્વારા તેમના સામે કોઈ પગલાં લેવામાં નહિ આવતા હોવાથી લોકોમાં કડી પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756