રાજકોટ ના ખંઢેરી સ્ટેડીયમમાં મેચ દરમિયાન જામનગર થી રાજકોટ આવતા વાહનોને નો એન્ટ્રી

રાજકોટ ના ખંઢેરી સ્ટેડીયમમાં મેચ દરમિયાન જામનગર થી રાજકોટ આવતા વાહનોને નો એન્ટ્રી
Spread the love

રાજકોટ ના ખંઢેરી સ્ટેડીયમમાં મેચ દરમિયાન જામનગર થી રાજકોટ આવતા વાહનોને નો એન્ટ્રી.

રાજકોટ માં આગામી તા.૧૭ જુને ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે ટી-૨૦ મેચ રમાશે ત્યારે જામનગર રોડ પરના ખંઢેરી સ્ટેડીયમની આજુ-બાજુ ટ્રાફિકજામ થઇ શકે તેમ હોવાથી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ટ્રાફિકજામની સ્થિતીને પહોચી વળવા માટે કરાયેલી દરખાસ્ત અંતર્ગત અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઠકકર દ્વારા તા.૧૭ના બપોરે ૪ વાગ્યાથી તા.૧૮ના રાતના ૧ વાગ્યા સુધી જામનગર થી આવતા ટ્રક, ટેન્કર અને ટ્રેલર જેવા ભારે વાહન પડધરીના મોવિયા સર્કલ પાસે જ અટકાવી નેકનામ, મિતાણા થઇ રાજકોટમાં પ્રવેશ કરી શકે તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરી પડધરી થી સિધા રાજકોટ તરફ આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારતની ટી-૨૦ની ટીમ તા.૧૫ જુને રાજકોટ આવી જશે, ભારતની ટીમને સયાજી હોટલમાં રહેશે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પણ આવતીકાલે આવી જશે, દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓને ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી ફોરચ્યુર્નર હોટલમાં રાખવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા બંને હોટલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએનના વાહન, એસ.ટી.બસ, સરકારી વાહન, શબવાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર, ક્રિકેટ મેચની ટિકિટ કે પાસ હશે તેઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત ખંઢેરી સ્ટેડીયમની આજુ-બાજુના ગામના રહીશો પોતાના રહેણાંકનો પુરાવો બતાવે તેઓને જાહેરનામુ લાગુ નહી પડે તેમ જણાવવામાં આવ્યું છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!