ડભોઈ નગર ની મહિલા ઓ દ્વારા વિધિવત રીતે વટસાવિત્રી વ્રત રાખી પૂજા અર્ચના કરવામાં આવી

ડભોઈ નગર ની મહિલા ઓ દ્વારા વિધિવત રીતે વટસાવિત્રી વ્રત રાખી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમા છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. જેઠ સુદ અગિયારસથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઈ જેઠ સુદ પૂનમ સુધી ચાલતુ હોય છે. જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ થાય છે અને પૂનમના દિવસે પૂરું પૂજા અર્ચના સાથે પૂરું કરવામાં આવે છે. વ્રત દરમિયાન નગર ની મહિલાઓ એ વડના વૃક્ષ નીચે પરિવારના સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે સંકલ્પ સાથે પૂજા કરી હતી. આ વ્રત કરનાર મહિલાઓ વ્રત દરમિયાન ફક્ત ફળાહાર જ કરે છે. મહિલા ઓ દ્વારા અબીલ, ગુલાલ, કુંકુ-ચોખા અને ફૂલોથી વડનું પૂજન કર્યું હતું અને વડ ને જળ ચઢાવી ત્યારબાદ સુતરનો દોરો વડના થડને 108 વાર વીટાળીને પ્રદક્ષિણા કરી હતી.પ્રદક્ષિણા કરતા મંત્રનો જાપ કરી છ પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756