ખંભાત તાલુકાની મિતલી પ્રા.શાળામાં ધોરણ -1નો પ્રવેશોત્સવ ઉજવાયો

ખંભાત તાલુકાની મિતલી પ્રા.શાળામાં ધોરણ -1નો પ્રવેશોત્સવ ઉજવાયો…
ખંભાત તાલુકાની મિતલી પ્રા.શાળામાં ધોરણ 1નો અને ગામની આંગણવાડીના બાળકોનો માનનીય એમ.એન.મોદી સાહેબ નાયબ સચિવ આદિજાતિ વિકાસ વિભાગ.ગાંધીનગર. તેમજ એ.કે શેખ સાહેબ સમાજ કલ્યાણ અધિકારી આણંદની હાજરીમાં ધોરણ 1 ના પ્રવેશપાત્ર બાળકોનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે સરકારી કાર્યક્રમ મુજબ 12.00 કલાકે શાળાના પટાંગણમાં વિશાળ સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા.ગામના અગ્ર ગણ્ય એવા સરપંચશ્રી રણછોડભાઈ જાદવ,જિલ્લા પંચાય સભ્ય કાંતાબેન જાદવ,તલાટી મંત્રી શ્રી અજિતભાઈ ચૌહાણ,એસ.એમ.સી.અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ.મિતલી હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ,આંગણવાડી નો સમગ્ર સ્ટાફ તેમજ પંચાયતનું સ્ટાફ હાજર રહ્યા હતા.ધોરણ 1ના બાળકોને કુમકુમ તિલક,કીટ આપી મોં મીઠું કરવી સંગીત સાથે નામાંકન અને પ્રવેશ આપવામાં આવ્યો.આ પ્રસંગે શાળાના આચાર્યે તમામ આવેલ અધિકારીશ્રીઓનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું.ગામના દાતા ઓમાં શ્રી વિપુલભાઈ રતીલાલ પટેલ તેમજ ગામના બીજા દાતા એવા બાબભા ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું.શાળાના ધોરણ 1 થી 8 ના પહેલા,બીજા અને ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો.પ્રવીણભાઈ વણકારે સંચાલન કર્યું.ખોડાભાઈ ચૌહાણે આભાર વિધિ કરી.કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.તેમજ ગામના અને એસ.એમ.સી.સભ્યો સાથે શાળાના વિકાસ અને સમસ્યાઓ અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો.આવેલ તમામ મહેમાનોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું.આવેલ અધિકારીઓએ શાળાના શિક્ષકો અને દાતાઓના ભરપૂર વખાણ કરી અભિનંદન પાઠવ્યા…ગામ અને શાળા ખૂબ વિકાસ કરે તેવા આશિર્વાદ આપ્યા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756