રાજકોટ જીલ્લાના બેંક અધિકારીઓ સાથે DLCC બેઠક યોજતા કલેક્ટરશ્રી

રાજકોટ જીલ્લાના બેંક અધિકારીઓ સાથે DLCC બેઠક યોજતા કલેક્ટરશ્રી.
રાજકોટ માં ડીસ્ટ્રિક લેવલ કનવેટિવ કમિટી અને ડીસ્ટ્રિક લેવલ રીવ્યૂ કમિટીની ત્રિમાસિક બેઠક કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને અને સાંસદશ્રી રામભાઈ મોકરીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે ગરીબ જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ બેંકોના મારફતે સરકારી યોજનાનો લાભ મળી રહેવો જોઈએ. આ બેઠકમાં વિવિધ બેંકોની શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. જેમાં ખેતીવાડી MSME શિક્ષણ, હોમલોન વગેરે વિશેની માહિતી પણ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સ્ટેન્ડ-અપ અને સ્ટાર્ટ-અપ સહિતની સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કલેક્ટરશ્રીએ કરી હતી. તેમજ યોજનાના સુચારૂ અમલીકરણ માટેની જરૂરી સુચના બેંક અધિકારીશ્રીને આપી હતી. આ બેઠક નું સંચાલન લીડ ડિસ્ટ્રીકટ મેનેજરશ્રી સંજયભાઈ મહેતાએ કર્યું હતું. આ પ્રસંગે RBI ના અધિકારીશ્રી કાંગલા, લીડ બેંકના AGM શ્રી નિલેશ જોષી સહિતના બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756