મોરબી જીલ્લામાં ધીમી ધારે વેગ પકડતો કોરોના : આજે વધુ 2 કેસ : એકટીવ કેસ 14 થયા

મોરબી જીલ્લામાં ધીમી ધારે વેગ પકડતો કોરોના : આજે વધુ 2 કેસ : એકટીવ કેસ 14 થયા
Spread the love

રાજકોટના સાંસદ વિદેશ પ્રવાસે થી આવ્યા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં રાહત બાદ ફરીથી ધીમી ધારે કોરોના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં આજે વધુ 2 કેસ કોરોના પોઝીટીવ આવતા જીલ્લામાં હાલ 14 એકટીવ કેસ થયા છે
મોરબી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં આજે 1033 સેમ્પલ લેવામાં આવેલ હતા. જેમાંથી મોરબી શહેરી વિસ્તારમાં -1 અને ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 1 નો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે આમ જીલ્લામાં આજના-2 પોઝીટીવ કેસ સાથે એકટીવ કેસ ની સંખ્યા-14 પહોંચી છે. જીલ્લામાં હવે કોરોના ધીમી ગતિએ વેગ પકડી રહો હોય લોકોએ સલામતી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

સાંસદ કોરોની ઝપટે
રાજકોટ લોકસભા બેઠકના સાંસદ મોહનભાઇ કુંડારિયા સ્પેનના પ્રવાસે ગયા હતા. ત્યાંથી તા.23ના રોજ તેઓ પરત ફર્યા હતા. પરત ફર્યા બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ આઇસોલેશનમાં હતા. આજે તેઓની તબીયત સારી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં હવે તેઓને હોમ આઇસોલેશનમાં માત્ર 3 જ દિવસ બાકી રહ્યા હોવાની માહિતી મળી છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

19-36-34-mohan-kundariya-550bc1e6b295f_l_835x547.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!