રાજકોટ ની જનતા પર કરોડો રૂપિયાના પેન્ડિંગ ઈ-મેમોનો બોજો માફ કરાવવા કોંગ્રેસ નું ઝુંબેશ

રાજકોટ ની જનતા પર કરોડો રૂપિયાના પેન્ડિંગ ઈ-મેમોનો બોજો માફ કરાવવા કોંગ્રેસ નું ઝુંબેશ.
રાજકોટ માં જીલ્લા પંચાયત ચોક ખાતે બોજ મુક્ત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ ના કાર્યકરો ચોકમાં પ્લે કાર્ડમાં ઈ-મેમાં માફ કરાવવા માટે વાહનચાલકોને અભિયાનમાં જોડાવોના અપીલ કરતા સ્લોગન સાથે ઉભા રહી નામ, નંબર અને સહી કરાવી હતી. તમામ વાહનચાલકો ઈ-મેમાંથી ત્રાહિમામ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ સહી કરી સમર્થન આપ્યું હતું. આ સહી ઝુંબેશમાં કોંગ્રેસના પુર્વ પ્રમુખ અશોક ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા, વિપક્ષનેતા ભાનુબેન સોરાણી, કાર્યકરી પ્રમુખ સંજય અજુડીયા, ડો.ધરમ કાબલીયા, મહીલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા તેમજ વકીલોમાં જીગ્નેશ જોષી, કુલદીપસિંહ ઝાલા તેમજ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મયુર વાંક, પ્રદેશ મહામંત્રી પ્રદીપ ડોડીયા, પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ, મીત પટેલ, જીત સોની, હર્ષ આશર, યશ ભીંડોરા, કરણ હુબંલ, પુજન પટેલ, બંધન પટેલ, રીયાઝા સુમરા સહીત કાર્યકરો જોડાયા હતા અને સામાજીક સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756