રાજકોટ જીલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

રાજકોટ જીલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ.
રાજકોટ જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને પ્રવાસન બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જીલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રગતિ હેઠળ ધાર્મિક સ્થળોનું નવનિર્માણ, નવીનીકરણ અને અન્ય બાંધકામ અર્થે વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી અને પ્રગતિ હેઠળના કાર્યોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, જીલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ અન્ય સંબધિત વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756