રાજકોટ માં રથયાત્રાના રૂટ પર નો એન્ટ્રી-નો પાર્કીંગ ઝોન જાહેર કરાયા

રાજકોટ માં રથયાત્રાના રૂટ પર નો એન્ટ્રી-નો પાર્કીંગ ઝોન જાહેર કરાયા.
રાજકોટ ના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આવતીકાલે તા.૧-૭-૨૨ ના રોજ યોજાનાર રથયાત્રા શ્રી જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂ કરી નાનામૌવા ગામ, મોકકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઈન રોડ, ન્યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબા થી પુષ્કર ધામ મેઈન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિ.રોડ, સાધુવાસવાણી રોડ, ટી-પોઈન્ટ, એચ.પી.પેટ્રોલપંપથી સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટી થી રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડરબ્રીજ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઈન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.આઈ. ટી-પોઈન્ટ, ત્રીકોણબાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ, શ્રી સ્વામીનારાયણ મંદિરથી ભુપેન્દ્ર રોડ ટી-પોઈન્ટ, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ બોમ્બે આર્યન થી કેવડાવાડી મેઈન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઈન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઈન રોડ, ત્રિશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ, પી.ડી.એમ. ફાટક થઈ પી.ડી.એમ. કોલેજ થઈ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, મવડી ફાયર બ્રિગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા મેઈન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાનામૌવા ગામથી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પરત આવી પૂર્ણ થશે. જેમાં રથયાત્રાના રૂટ પર નો એન્ટ્રી અને નો પાર્કીંગ ઝોન જાહેર કરાયા છે, જયાં જયાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં ટ્રાફિક નિયમન ન ખોરવાય તે માટે રસ્તા ડાયવર્ટ કરાયા છે.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756