પત્રકાર એકતા પરિષદ ગુજરાત છોટાઉદેપુર તાલુકા ની કારોબારીની રચના કરવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ

પત્રકાર એકતા પરિષદ ગુજરાત છોટાઉદેપુર તાલુકા ની કારોબારીની રચના કરવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ
Spread the love

છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ગુજરાત છોટાઉદેપુર તાલુકા ની કારોબારીની રચના કરવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ
ગુજરાત ના 33 જિલ્લા અને 252 તાલુકાઓની કારોબારી ધરાવતું પત્રકારોનું શિસ્તબદ્ધ રીતે ચાલતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત પત્રકાર એકતા સંગઠન ૩૩ જિલ્લાઓમાં અને 252 તાલુકામાં તેની કારોબારીની રચના થઈ ચૂકી છે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લાની કારોબારીની રચના થયા બાદ પાવી જેતપુર બોડેલી નસવાડી કવાંટ તાલુકાઓની સમિતિની રચના કર્યા બાદ આજરોજ છોટાઉદેપુર તાલુકા સમિતિની રચના કરવા માટે એક બેઠક છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ જેમાં પ્રમુખ તરીકે છોટાઉદેપુર તાલુકાના સિનિયર પત્રકાર મુકેશભાઈ અગ્રવાલની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી આ ઉપરાંત છોટાઉદેપુર તાલુકાના ચાર પ્રમુખ ચાર મહામંત્રી ચાર મંત્રી ચાર સહ મંત્રી એક ખજાનચી અને બે આઇ.ટી.સેલના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી નવા વરાયેલા હોદ્દેદારોને ઉપસ્થિત તમામ પત્રકારોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા આ પ્રસંગે ગુજરાત એકતા પરિષદના પ્રદેશ સહમંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી સઈદ સોમરા દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની રૂપરેખા રજૂ કરી હતી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવનિયુક્ત તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ સહમંત્રી સઈદ સોમરા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ સંજયભાઈ માહેશ્વરી ઝોન પ્રભારી બાબુભાઈ પટેલ ઝોન પ્રભારી જમીન ખાન પઠાણ તેમજ છોટાઉદેપુર જીલ્લાના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!