સ્વચ્છ ભારત સંદેશ યાત્રા જાગૃતિ અભિયાન ના પ્રેરક સીએ ગોવિંદજીની ભરૂચ ની વિશેષ મુલાકાત

સ્વચ્છ ભારત સંદેશ યાત્રા જાગૃતિ અભિયાન ના પ્રેરક સીએ ગોવિંદજીની ભરૂચ ની વિશેષ મુલાકાત
58 વર્ષના સીએ ગોવિંદ ઉન્ની કે જેમણે કન્યાકુમારીથી કાશ્મીર ની 5000 થી વધુ કિલોમીટર ની સાયકલ પરની યાત્રા સમાજને સ્વચ્છ ભારત અભિયાન તરફ પ્રેરિત કરતી એક ઉત્તમ ઉદાહરણ પૂરી પાડતી યાત્રા નીવડી છે. આ યાત્રાના ભાગરૂપે સમાજને સ્વચ્છતા તરફ જાગ્રત કરવાના ભાગરૂપે સીએ ગોવિંદ ઉન્નીજી તારીખ 28મી જૂનના રોજ ભરૂચની વિશેષ મુલાકાત લેતા ભરૂચ જિલ્લા માટે એક ગૌરવની અનુભૂતિ નો વિષય બન્યો હતો. એમના આ ઉમદા કાર્ય માટે હર કોઈ એમને અભિનંદન પાઠવે છે ત્યારે બ્રાન્ચ ના ચેરમેન શ્રી દીપ મોદી,કમિટી પૂર્વ ચેરમેન શ્રી મહાવીર જૈન,હર્ષિત શાહ ,અક્ષર મહેતા તેમજ અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. સીએ ગોવિંદ ઉન્નીજીના લોકોને સ્વચ્છતા તરફ જાગ્રત કરે એ વિષય અને વિચારો વિશે વિશેષ મુલાકાત બાદ આ તમામ સભ્યો લોકોને સંદેશ પાઠવે છે કે આ કાર્યમાં આપણે સર્વે લોકોએ પણ સહયોગ આપવો જોઈએ.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756