NSDC દ્વારા ભરૂચમાં ‘સ્કિલ સંવાદ’ કાર્યક્રમ યોજાયો

NSDC દ્વારા ભરૂચમાં ‘સ્કિલ સંવાદ’ કાર્યક્રમ યોજાયો
Spread the love

NSDC દ્વારા ભરૂચમાં ‘સ્કિલ સંવાદ’ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગો સાથે સહયોગ કરીને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો તેમજ કૌશલ્ય પૂરૂ પાડવાનો છે
શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર, ભરૂચ, શ્રી જીગર દવે, ડેપ્યુટી કમિશનર, ઇન્ડસ્ટ્રીઝ- ભરૂચ અને શ્રી વેદ મણિ તિવારી, ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ઓફિસીએટિંગ સીઇઓ, એનએસડીસીએ કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ ઉદ્યોગ જગતના તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કોન્ક્લેવ દ્વારા, NSDCનો ઉદ્દેશ્ય રહ્યો છે કે ઉદ્યોગ જગતમાં ઉભી થતી માનવબળની જરૂરિયાતોને પૂરી પાડવા માટે ટકાઉ ઉકેલ શોધવામા આવે જેથી કૌશલ્ય ધરાવતા ઉભરી રહેલા યુવાનોને ઉદ્યોગો સાથે જોડી શકાય

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)એ મંગળવારે ભરૂચમાં ‘સ્કિલ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેના દ્વારા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરીને કૌશલ્ય તેમજ ઉદ્યોગો વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE), ભારત સરકાર હેઠળ કાર્યરત સ્કીલ ઈન્ડિયા મિશન સાથે નોલેજ પાર્ટરન અને વ્યૂહાત્મક રીતે અમલીકરણ કરવા માટે સંકળાયેલું છે.
આ કોન્કલેવનું આયોજન કુશળ કર્મચારીઓની માંગ અને ઉપલબ્ધિ વચ્ચેના અંતરને કેવી રીતે દૂર કરવું અને ઉદ્યોગ સાથે જોડાણ કેવી રીતે કરવું તેના માટે કરવામા આવ્યું હતું. તે સિવાય ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો સાથે જોડાણ કરીને ઓન-ગ્રાઉન્ડ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરવા અંગે તેમજ યુવાનો માટે રોજગાર અને ઉદ્યોગસાહસિક તકોનું સર્જન કેવી રીતે કરી શકાય, તે અંગે મનોમંથન કરવામા આવ્યું હતું.
વિશ્વની કુલ યુવા જનસંખ્યા પૈકી ભારત પાંચમાં ભાગની સંખ્યા ધરાવે છે અને આવનારા વર્ષોમાં દેશને 5 ટ્રિલીયન ઇકોનોમી તરફ લઇ જવા માટે આ યુવા શક્તિ પર દેશ આધાર રાખે છે. તેથી યુવાઓને કૌશલ્ય તાલીમ મળે અને તેઓ ઉદ્યોગોમાં કામગીરી કરતા થાય તે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ પ્રકારની કામગીરી અને પહેલો હાથ ધરવામા આવી રહી છે. ભરૂચના ઉદ્યોગો સાથે NSDCએ ભાગીદારી કરીને આ દિશામાં પહેલું પગલું ભર્યું છે.
ઉદ્યોગ સાથે ભાગીદારી કરીને NSDC એપ્રેન્ટિસશીપની તકો દ્વારા કામગીરી માટેનો જરૂરી અનુભવ પ્રદાન પણ કરી શકે છે. કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાના વ્યાપને વધારવા માટે 2016માં શરૂ કરાયેલી નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ (NAPS) જેવા કાર્યક્રમોમાં પણ ભરૂચનો ઉદ્યોગો ભાગ લઈ શકે છે. આ સહયોગના ભાગરૂપે ભરૂચમાં ઉદ્યોગોને NSDC દ્વારા અન્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.
તેમાં સ્કિલ ડિમાન્ડ મેપીંગ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ડિપસ્ટીક એનાલિસીસ- સ્કિલ ગેપ સ્ટડીઝ, કોર્પોરેટ સેન્ટર્સ ઓફ એક્સલન્સની સ્થાપના, ઉદ્યોગો સાથે પાર્ટ ફંડિગ, સરકાર અને માર્કેટ આધારિત કાર્યક્રમો અંતર્ગત ફ્રેશ સ્કિલીંગ, રિસ્કિલીંગ અને અપસ્કિલીંગ, કોલેજોમાં એમ્બેડેડ ડિગ્રી એપ્રેન્ટિશીપ કાર્યક્રમ, તાલીમ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સોફ્ટ લોન, સીએસઆર ફંડિંગ, સ્કિલ બોન્ડ અને પ્રોજેક્ટ અમલીકરણ, અસીમ પોર્ટલ દ્વારા ડિમાન્ડ એગ્રીગેશન અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે લાભાર્થીઓને સ્કિલ લોનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
ભરૂચના જિલ્લા કલેક્ટર, શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું, “અસક્ષમ માનવબળના પડકારનો સામનો સૌથી પહેલા ઉદ્યોગોને જ કરવો પડે છે. જો આપણે માત્ર ઉદ્યોગો માટે જ નહીં પરંતુ માનવ વિકાસ માટે પણ ભારતની ગતિશીલ અને મજબૂત વૃદ્ધિનો ધ્યેય રાખીએ, તો આજનો ‘કૌશલ્ય સંવાદ’ આ પ્રક્રિયા શરૂ કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપતો કાર્યક્રમ બની રહેશે. આપણે એવું વાતાવરણ ઊભું કરવાની પણ જરૂર છે કે જ્યાં રોકાણો શ્રેષ્ઠ પરિણામો આપે. એવું કરવામાં કૌશલ્ય એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. NSDC સાથેનો અમારો સહયોગ અમને એક કોમન માર્કેટપ્લેસ બનાવવામાં મદદ કરશે જ્યાં તમામ કૌશલ્ય કાર્યક્રમો અને પહેલ મળી રહેશે.”
NSDCના સીઇઓ અને ઓફિસીએટીંગ સીઇઓ, શ્રી વેદ મણી તિવારીએ કહ્યું, “NSDCમાં, અમે હંમેશા દેશના કૌશલ્ય અને રોજગાર ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે નવીન રીતો શોધીએ છીએ. ભારત જ્યારે એક વિશ્વ સ્તરે નેતૃત્વ કરવાની આકાંક્ષા ધરાવે છે ત્યારે તે મહત્વપૂર્ણ છે કે આપણે ઉત્પાદકતા અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જે માત્ર કૌશલ્ય અને કૌશલ્યના પ્રયત્નો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. ભરૂચમાં ‘કૌશલ્ય સંવાદ’ એ ભારતને ‘વિશ્વની કૌશલ્ય રાજધાની’ બનાવવા માટે વાતચીત શરૂ કરવા અને પગલાં લેવા તરફનો એક પ્રયાસ છે. ‘ ટ્રાન્સફોર્મીંગ ધ સ્કિલ લેન્ડસ્કેપ’ના અમારા સૂત્ર સાથે, અમે યુવાઓને કૌશલ્ય અને નોકરીઓ સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી તેઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે. ”

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!