રાજકોટ : ચોરાઉ બાઇક સાથે ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ માં હુડકો ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.
રાજકોટ ના ભક્તિનગર પોલીસ મથકના PSI એચ.એન.રાયજાદા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલ, મનિષભાઇ ચાવડા, વિશાલભાઇ દવેને મળેલ ચોકકસ બાતમીના આધારે હુડકો ચોકડી પાસે મોમાઇ હોટલ નજીકથી બાઇક સાથે નીકળેલા કિશન અમરશી રાઠોડ ઉ.૨૨ રહે.રંગીલાપાર્ક, હરીધવા મેઇન રોડને અટકાવીને તપાસ કરતા બાઇક ચોરીનું હોવાનું માલુમ પડતા આરોપીની અટકાયત કરી પુછપરછ કરતા તેમને રેસકોર્ષ રીંગ રોડ પાસેના બગીચામાંથી ચોર્યાની કબુલાત આપી હતી અને બાઇક ગોંડલ, દેરડી કુંભાજીના મનસુખભાઇ જાગાણી નું હોવાનું ખુલ્યું હતું. આરોપી કીશન પર થોરાળા અને ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયેલ છે.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756