નંદાસણ પોલીસે અમૂલ દૂધના પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

આલમપુર ગામેથી નંદાસણ પોલીસે અમૂલ દૂધના પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
કડીના નંદાસણ પોલીસે દુધના વાહનમાંથી પકડાયો લાખો રૂપિયાનો દારૂ
કડીના નંદાસણ પોલીસે જોટાણા તાલુકાના આલમપુર ગામેથી રહેણાંક મકાન પાસેથી દૂધના વાહનમાં પડેલ વિદેશી દારૂનો ₹.1,13,520નિ જથ્થો ઝડપીને વેપાર કરતા ઈસમ વિરુદ્ધ ગુનો નોધીને કાર્યવાહી કરી હતી
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં નંદાસણ પોસ્ટના વિસ્તારમાં પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે સમયે નંદાસણ પોલીસ સ્ટેશન ના PI આર.જે ધડુકને ખાનગી રાહે બાતમી મળી હતી કે જોટાણાના આલમપુર ગામે રહેતા શાહહુસેન ઉર્ફે ગાભલો ગોરામિયા અકબરમીયા સૈયદનો ના રહેણાંક મકાન આગળ અમૂલ દૂધના પીકઅપ ડાલા માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને હાલ તે દારૂનું વેચાણ ચાલુ છે જે બાતમીને આધારે નંદાસણ પોલીસે જોટાણાના આલમપુરમાં રેડ કરતા અમૂલ દૂધ લખાણ વાળા પીકઅપ ડાલા નં.GJ 07 YY 6060 માંથી વિદેશી દારૂ ની બોટલ 410 અને બિયરની 144 બોટલ પોલીસ ને પીકઅપ ડાલામાંથી મળી આવી હતી નંદાસણ પોલીસે વિદેશી દારૂ ₹.1,13,520 જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે વિદેશી દારુનો વેપાર કરતો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ ઉપરથી પીકઅપ ડાલા સહિત વિદેશી દારૃનો ₹.3,63,520નો મુદ્દામાલ કબ્જે કરીને કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં શાહ હુસેન ઉર્ફે ગભલો ગોરાણીયા અકબરમીયા સૈયદનો સામે ફરિયાદ નોંધીને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756