કડી ના ચારોલ ગામે યુવક પાણી ના વહેણમાં તણાયો

કડી ના ચારોલ ગામે યુવક પાણી ના વહેણમાં તણાયો છતાં હજું સુઘી કોઈ અતો પતો નથી
ગામમાં આવેલ તળાવના પાણી વહેણમાં તણાઈ ને જતા રહેતા 24 કલાક થયા હોવા છતાં હજું શુધી યુવાન ની શોધ ખોળ ચાલું
કડી તાલુકા ના ચારોલ ગામે સોમવાર ના સવારે યુવક પાણી ના વહેણમાં તણાયો હતો અને સ્થાનીક તરવૈયા ની મદદ થી શોધખોળ હાથ ધરવામાં માં આવી હતી પરંતુ યુવાન ના મળી આવ્યો હતો. સ્થાનીક તંત્ર ને આ બાબતે જાણ થતાં તંત્ર દોડતું થઇ ગયું હતું અને દરેક અઘિકારીઓ આશ્વાશન આપી ને નીકળી ગયા હતા પરંતુ યુવાન વહેણમાં તણાયા ના 24 કલાક થયા હોવા છતાં ના મળી આવતા આખરે સ્થાનીક તંત્ર હરકતમાં આવી ને કામે લાગી ગયું હતું.
મહેસાણાના જિલ્લા માં છેલ્લાં ત્રણ ચાર દિવસ થી વરસાદ નું આગમન જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર સારા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો હોય તેવો જોવા મળી રહ્યો છે ત્યારે ચારોલ ગામે પણ વરસાદ પડતાં ગામનો યુવાન પોતાના ખેતરમા વહેલી સવારે જવા નીકળ્યો હતો ત્યારે વરસાદી પાણી ના વહેણમાં ડૂબી જવાની ધટના સામે આવી હતી અને આશરે 44 વીઘા જેટલા મોટા તળાવ માં યુવાન ગરકાવ થઈ જતાં ત્યાં ગામના લોકો જોવામાં માટે ટોળે ટોળા વળી ગયા હતા. બે યુવાન જેમાં એક 30 વર્ષીય અમરતજી અંબારામ ઠાકોર અને જવાનજી ઠાકોર નામના બે મિત્રો વહેલી સવારે ખતેરમાં જવા નીકળ્યા હતા તે દરમ્યાન ઠાકોર અમરતજી નામનો યુવાન થોડે આગળ પાણી ના વહેણ જોવા જતા તે પાણી માં તણાઇ ગયો હતો.
આ યુવાન ને તણાઇ જવાના 24 કલાક થયા હોવા છતાં યુવાન નો હજુ સુધી કોઈ અતો પતો જોવા નથી મળતો. આ યુવાન ની શોધખોળ માટે અમદાવાદ તથા મહેસાણા જિલ્લાની રેશક્યું ટીમ સાથે આવી પહોચી હતી અને પણ તે ટીમ પણ સવાર થી શોધખોળ ચાલુ છે પણ હજુ સુધી યુવાન ના મળી આવતા સમગ્ર પરિવાર ચિંતા માં મુકાયો છે.
આ ચારોલ ગામે સમગ્ર ધટના ની જાણ થતાં કડી તાલુકા ના સ્થાનીક અઘિકારીઓ દોડી આવ્યા હતા અને જરૂરી મદદ માટે તૈયાર જોવા મળી રહ્યા હતા.અને ગામનું તળાવ ખૂબજ મોટાં પ્રમાણમાં હોવા ને કારણે અને પાણી નો વહેણ હોવા ને કારણે રેશ્ક્યું ટીમ પોતાની તમામ મહેનત થી આ યુવાન ની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756