કડી એમ.બી.એ કોલેજનો વિદ્યાર્થી 7s રગ્બી રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો

કડી એમ.બી.એ કોલેજનો વિદ્યાર્થી 7s રગ્બી રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો
કડી સર્વ વિદ્યાલય સંચાલિત એમ.બી.એ કોલેજનો વિદ્યાર્થી 7s રગ્બી રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત
એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ. કોલેજ) કડીનું ગૌરવ
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ. કોલેજ ) કડી ના વિદ્યાર્થી શ્રી સાહિલ ભુપતભાઈ ધાનાણી કે જે ગુજરાત નેશનલ સીનીયર મેન્સ ટીમનો સભ્ય છે અને તે રાષ્ટ્રીય કક્ષાની 7s રગ્બી હરીફાઈમાં ગુજરાત માટે પસંદગી પામ્યા છે. આ વિદ્યાર્થીએ બિહારના પટનામાં તા. ૯ જુન થી ૧૨ જુન ૨૦૨૨ દરમિયાન રમાયેલ સિનીયર રાષ્ટ્રીય 7s રગ્બી ચેમ્પીયનશીપમાં સમગ્ર ભારતમાં 13 મો નંબર પ્રાપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થી વિન્ગરના સ્થાને રમ્યો હતો. સાહિલે ૨૦૨૨ ના વર્ષમાં મેન્ગ્લોર યુનીવર્સિટી, કર્નાટક માં રમાયેલ ૮૧ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનીવર્સિટી અથ્લેટીકસ ચેમ્પીયનશીપ તેમજ ડો. હરીસિંઘ ગોંર યુનીવર્સિટી, મધ્ય પ્રદેશમાં ઓલ ઇન્ડિયા યુનીવર્સિટી વેસ્ટ ઝોનમાં ખો-ખોમાં ભાગ લઇ કડી સર્વ વિશ્વવિદ્યાલયનું પ્રતિનીધિત્વ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ. કોલેજ) એ ભારતની અને ગુજરાતની છેલ્લા ૨૦ વર્ષથી કડીમાં ચાલતી નામાંકિત બીઝનેસ મેનેજમેન્ટ કોલેજ છે જે ફાઈનલ પ્લેસમેન્ટ (એમ.બી.એ કર્યા પછી નોકરી મળી રહે) માં ગુજરાત માં મોખરાનું સ્થાન ધરાવે છે અને વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ માટે પણ પ્રોત્સાહિત કરે છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના ચેરમેન વલ્લભભાઈ પટેલે આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીને તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયના રમતગમત વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો. ભાવિન પંડ્યા તેમજ સર્વે અધ્યાપકોએ આ સિદ્ધિ બદલ સાહિલને અભિનંદન પાઠવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756