દેવ ડેમ માંથી પાણી છોડતા ડભોઇ તાલુકા ના 14 જેટલા ગામોને હાઈ એલર્ટ કરાયા

સતત 4 દિવસ થી અવિરત વરસાદ થાત ડભોઇ તાલુકા માં થી પસાર થતી ઢાંઢર નદીનું જળસ્તર વધી જતા આસપાસના 14 જેટલા ગામોને પ્રસાશન દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં બનૈયા, અંગૂઠણ,થુવાવી, ઢોલાર, નારાયનપુરા, ટીમ્બી, દંગીવાળા,જેવા ગામો આવતા હોઈ તમામ ને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ વરસાદ ખુબ પડી રહ્યો હોઈ પાણી ની આવક વધતા ઢાંઢર નદી ગાંડીતુર બની છે અને આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યું છે.સાથે જ દેવ ડેમ માંથી પાણી છોડતા 14 જેટલા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.જે અંગેની તાકીદે સૂચના તંત્ર દ્વારા આસપાસના લોકોને આપી દીધી હોવાનું જાણવા મળેલ છે.નાયબ કલેક્ટર કક્ષા અધિકારીઓએ કરી ગામોની મુલાકાત કરી તમામ ને એલર્ટ રહેવા જણાવ્યું છે તેમજ જરૂર પડ્યે સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધી 50 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તાલુકા માં અસરગ્રસ્ત વિસ્તારો ની સંખ્યા વધુ હોવાના કારણે તંત્ર દ્વારા 4 ટીમો બનાવી ગામોની મુલાકાત તેમજ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે.
સાથે ભારે વરસાદને લઈને તાલુકાના 3 મુખ્ય રસ્તા કરાયા બંધ કરવાની પણ ફરજ પડી છે. ડભોઇ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ત્રણ ગામોની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી ના પગલે તંત્ર દ્વારા તાલુકા માં એલર્ટ રહેવા તાકીદે સૂચના આપી દેવામાં આવી છે.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756