સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા તા. ૧૮થી ૨૨ જૂલાઇએ યોજાશે

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા તા. ૧૮થી ૨૨ જૂલાઇએ યોજાશે
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા તા. ૧૮થી ૨૨ જૂલાઇએ યોજાશે

પાંચ હજારથી વધુ વિધાર્થીઓ પૂરક પરીક્ષા આપશે

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૨ આગામી તા. ૧૮ થી ૨૨ જૂલાઇ ૨૦૨૨ દરમિયાન સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ અને બપોરે ૧૫:૦૦ થી ૧૮:૩૦ કલાકે હિંમતનગર ખાતે ૧૯ બિલ્ડીંગના ૧૭૩ બ્લોકમાં ૫૦૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. હિંમતનગરના ૩ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાનાર છે.

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ના એક અથવા બે વિષયમાં નાપાસ અંદાજીત ૩૭૨૦ વિધાર્થીઓ ૧૨૪ બ્લોક અને ૧૩ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે. જ્યારે ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ તેવા અંદાજીત ૯૯૦ વિધાર્થીઓ ૪ બિલ્ડીંગનાના ૩૩ બ્લોકમાં પૂરક પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના એક અથવા બે વિષયમાં નાપાસ હોય તેવા અંદાજીત ૩૩૮ વિધાર્થીઓ બે બિલ્ડીંગના ૧૬ બ્લોકમાં પૂરક પરીક્ષા યોજાશે.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક મિનાક્ષીબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ, પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરી તથા અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!