ચોમાસા ની ઋતુ માં સમગ્ર જીલ્લાની સુરક્ષા સંદર્ભ બનાસકાંઠા જીલ્લા વહીવટ તંત્ર એલર્ટ

ચોમાસા ની ઋતુ માં સમગ્ર જીલ્લાની સુરક્ષા સંદર્ભ બનાસકાંઠા જીલ્લા વહીવટ તંત્ર એલર્ટ
Spread the love

ચોમાસા ની ઋતુ માં સમગ્ર જીલ્લાની સુરક્ષા સંદર્ભ બનાસકાંઠા જીલ્લા વહીવટ તંત્ર એલર્ટ

 

હાલમાં ચોમાસા ની ઋતુ ચાલતી હોય જીલ્લા વહીવટી તંત્ર ધ્વારા આપત્તિ વ્યવસ્થાપન ને યોગ્ય રીતે સંચાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિ ને પહોંચી વળવા સબંધે જીલ્લાના તમામ અધિકારીઓને, તમામ સંવેદનશીલ વિભાગોને,તમામ ટીમોને માન.કલેકટર શ્રી બનાસકાંઠા ધ્વારા ર૪×૭ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. આ સાથે અતિ ભારે વરસાદ ની પરિસ્થિતિ માં જો કોઈ પણ પ્રકારનું સ્થળાંતર કરવાનું થાય કે રાહત-બચાવ ની કામગીરી કરવાની થાય તેવા સંજોગોમાં હાલ જીલ્લામાં ૧- બટાલીયન એન.ડી.આર.એફ,૧- બટાલીયન એસ.ડી.આર.એફ અને જીલ્લાની અલગ-અલગ ટીમો જેવી કે પોલીસ,આરોગ્ય,ફાયર બિ્રગેડ,આપદા મિત્ર (GSDMA) ને પણ માન.કલેકટર સાહેબશ્રી બનાસકાંઠા ના માર્ગદર્શન હેઠળ ર૪×૭ સ્ટેન્ડ બાય રાખવનમાં આવેલ છે.
આ સાથે જીલ્લામાં માન.કલેકટર સાહેબ ની સુચના અગાઉ જ પુર ની પરિસ્થિતિમાં સલામત આશ્રય સ્થાન ની વિગતો પણ હાથવગે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ડુબવાના બનાવમાં નિષ્ણાત તરવૈયા પણ વિશેષ જરૂર રહેતી હોય છે. જેમાં જીલ્લામાં દરેક ૧૪ તાલુકામાં કુલ ૭૪૮ નિષ્ણાંત તરવૈયા ની યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે. ભારે વરસાદ ની સ્થિતિમાં જો સ્થળાંતર કરવાની જરૂર પડે અને માલ-સામાન હટાવવાની જરૂર પડે તેવા કિસ્સામાં ક્રેઇન,જેસીબી,ટ્રક, ટ્રેકટર જેવા ઈમરજન્સી વાહનોની યાદી પણ સુંદર રીતે તૈયાર કરવામાં આવેલ છે.
આ અનુસંધાને ભારે વરસાદ થી કોઈ નુકશાની થાય ત્યારે વહીવટી તંત્ર તો ર૪×૭ ખડેપગે રહીને રાહત બચાવની કામગીરી કરે જ છે પણ આવા સમયે જીલ્લામાં આવેલ સ્વૈચ્છીક સંસ્થાઓ નો પણ વિશેષ્ા ફાળો રહેલો છે અને આ સંસ્થાઓ વહીવટી તંત્ર ના સંકલન માં રહી તમામ પ્રકારની કામગીરી કરે તે મુજબ ની અગાઉ તાલીમ આપી તાલીમબધ્ધ કરેલ છે. આ સાથે જીલ્લાના તમામ વિભાગોને આ ચોમાસા ઋતુ ની કામગીરી દરમિયાન પોતાનું હેડ કવાર્ટર ન છોડવા કલેકટર સાહેબ શ્રી ધ્વારા કડક આદેશ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જીલ્લાના તમામ ૧૪ તાલુકા હેડ કવાર્ટર ખાતે પુર નિયંત્રણ કક્ષા પણ ર૪×૭ માટે કાર્યરત કરવામાં આવેલ છે.તમામ ૧૪ તાલુકામાં વર્ગ-૧ કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવી છે. તે તમામ લાઈઝન અધિકારીઓની સંપુર્ણ ચોમાસા ઋતુ દરમિયાન સંપુર્ણ રીતે દેખરેખ રાખી જાહેર પ્રજીની સલામતી અને સુરક્ષા સંદર્ભે કામગીરી કરશે.

વિશેષ હાઈલાઈટ

આ ચોમાસુા ની ઋતુમાં GSDMA,ગુજરાત રાજય,ગાંધાનગર ના C.E.O, A.C.E.O અને નિયામક શ્રી GSDMA ના સંપૂર્ણ માર્ગદર્શન અને સુચના અનુસાર સંપૂર્ણ મોન્સુન ની કામગીરી કરવામાં આવતી હોય છે. તેઓ શ્રીઓ ની સુચના અનુસાર જીલ્લા કક્ષાએ થી તમામ ડી.પી.ઓ શ્રી ( ડીઝાસ્ટર મેનેજમેન્ટ) માન.કલેકટર સાહેબશ્રીના સંકલનમાં રહી સમગ્ર ડીઝાસ્ટર ની ટીમ સાથે મળી જાહેર પ્રજાજનોની હિત ને લગતી મોન્સુન ની કામગીરી કરતા હોય છે. આ સાથે તેઓ ધ્વારા જીલ્લા ડીઝાસ્ટર મેનેનમેન્ટ પ્લાન પણ આ ચોમાસા ઋતુનો બનાવવામાં આવેલ છે. તે જાહેર જનતા માટે અને વહીવટી તંત્ર માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
વહીવટી તંત્ર ના અધિકારી-કર્મચારી અને અન્ય તમામ ટીમો સાથે ખભે ખભા મીલાવી ને જીલ્લાની આપદા મિત્ર-GSDMA ની ટીમના સભ્યો પણ એકટીવ મોડમાં છે. કોઈપણ ભયંકર પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવા સંજોગોમાં આ મિત્રો ખુબ જ ઉપયોગી નીવડશે.
જીલ્લાની પ્રજાજનોની સુરક્ષા અને સલામતી ની ચિંતા કરતા મા.કલેકટર શ્રી બનાસકાંઠા ધ્વારા તમામ અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ કોઈ એવો અનિચ્છાનીય બનાવ બને તો તુરંત જ અઅય. મોડમાં તમામ સીસ્ટમને એકટીવેટ કરવા કડકમાં કડક સુચના આપેલ છે.

વિશેષ પહેલ

બનાસકાંઠા જીલ્લામાં વહીવટી તંત્ર પાસે પુર ની પરિસ્થિતિમાં બચાવ કામગીરીને લગત તમામ પ્રકારના સાધન સામગ્રી તો છે જ જેવા કે લાઈફ બોયા,લાઈફ ઝેકેટ,દોરડા,રસ્સા,ડી-વોટરીંગ પંપ,ઈમરજન્સી લાઈટ,વિગેરે. આ ઉપરાંત ગુજરાતમાં માત્ર ને માત્ર ને અત્રેના બનાસકાંઠા જીલ્લામાં કલેકટર કચેરી,પાલનપુર ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી (ડીઝાસ્ટર) ધ્વારા કૃત્રિમ તરાપા (વાંસ,દોરી,અને પાણી ના જુના કેરબા) પણ બનાવવામાં આવેલ છે. આ તરાપો સમગ્ર ગુજરાતમાં ફકત ને ફકત બનાસકાંઠા ની આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ની કચેરી ખાતે જ જોવા મળેલ છે. આ તારપો બનાવવા માટે શ્રી સંજય કુમાર ચૌહાણ ( ડી.પી.ઓ શ્રી- ડીઝાસ્ટર ) અને તેમનની ટીમના આપદા મિત્ર ટીમ લીડર હિતેશભાઈ મેવાડા અને હિતેશભાઈ બારોટ ધ્વારા વાંસ,દોરો અને પાણી ના જુના ર૦ લીટર ના કેરબા થી પોતાની સમજ શકિત નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. સાથે જુની પીવાની બોટલો માંથી પણ પુર ની સ્થિતિમાં પોતાનો જીવ કેવી રીતે બચાવવો તેનું પણ એક અદભુત મોડેલ બનાવવામાં આવેલ છે. આ સાથે તેઓશ્રી ની જીલ્લાની તમામ જાહેર જનતા ને નમ્ર અપીલ છે. કે આવા કૃત્રિમ તરાપા ગામે-ગામ બનાવવામાં આવે જેથી ઈમરજન્સી ની સ્થિતિમાં નાના બાળકો,ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ના જીવ બચાવી શકાય. આ નવતર પ્રયોગ કરનાર બનાસકાંઠા માત્ર એક જીલ્લો છે. પુરા ગુજરાતમાં. આ તરાપા ની તાલીમ પણ શાળા અને કોલેજોમાં આપવામાં આવે છે. જેની લોકો તેને બનાવી પોતાનો જીવ બચાવ શકે અને પોતાના પરિવાર ની રક્ષા કરી શકે. આ તમામ બાબતો માં GSDMA,ગાંધીનગર અને માન.કલેકટર શ્રી બનાસકાંઠા નાં વિશેષ ભુમિકા રહેલી છે.

 

રિપોર્ટ :  અમિત પટેલ અંબાજી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!