રાજકોટ ની ટ્રાફિક સમસ્યાનો ‘એક્સ-રે’ કાઢતાં. કમિશનરશ્રી

રાજકોટ ની ટ્રાફિક સમસ્યાનો ‘એક્સ-રે’ કાઢતાં. કમિશનરશ્રી
Spread the love

રાજકોટ ની ટ્રાફિક સમસ્યાનો ‘એક્સ-રે’ કાઢતાં. કમિશનરશ્રી

રાજકોટ માં અત્યારે ચારેક સ્થળે બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી તેના લીધે જ ઘણેખરે અંશે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. તેથી બેઠકમાં ઉપસ્થિત મહાપાલિકાના અધિકારીઓને બ્રિજના કામમાં ઝડપ લાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેઠક દરમિયાન અધિકારીઓ-સમાજશ્રેષ્ઠીઓએ અનેક સ્થળે વન-વે, નો-એન્ટ્રીના બોર્ડ ન લાગેલા હોવાથી લોકોને કારણ વગર દંડનો ભોગ બનવું પડતું હોવાની વાત પર પસ્તાળ પાડતાં પોલીસ કમિશનરે તાત્કાલિક ટ્રાફિક ACP ને જ્યાં જ્યાં વન-વે અને નો-એન્ટ્રીના બોર્ડ ન હોય ત્યાં લગાડી દેવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બેઠકમાં એક મુદ્દો એવો પણ ઉપસ્થિત થયો હતો કે માર્કેટિંગ યાર્ડ પાસેના વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ન હોવાથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેમજ સોનીબજારની શેરીઓમાં આડેધડ લગાવી દેવામાં આવેલા થાંભલાને દૂર કરવાનું પણ બેઠક દરમિયાન કહેવામાં આવ્યું હતું. એકંદરે દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં દરેક વિભાગના અધિકારીઓએ મળીને અનેક મહત્ત્વાકાંક્ષી નિર્ણય લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગ, સ્પેશ્યલ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ, DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણા, ટ્રાફિક ACP વી.આર.મલ્હોત્રા, રોડ સેફ્ટી વિભાગના નિવૃત્ત CEO જે.વી.શાહ, RTO અધિકારી પી.બી.રાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, PGVCL, L&T, નેશનલ હાઈ-વે ઓથોરિટી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ રોડ એન્ડ સેફ્ટી કાઉન્સીલના સભ્ય જયેશભાઈ ઉપાધ્યાય સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!