વિવેધ ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓને તડીપા૨ ક૨તી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ

મારામારી કરી ગંભીર પ્રકારની ઇજાઓ , રાયોટીંગ તથા મારી નાખવાની ધમકીનાં ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓને તડીપા૨ ક૨તી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ ભાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી ગુનાઓ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. દ્વારા જિલ્લામાં લાકડીયા પો.સ્ટેમાં મારામારી કરી ગંભીર પ્રકારની ઈજાઓ તથા રાયોટીંગ , મારી નાખવાની ધમકી જેવા શરીર સબંધી ગુનાઓ નીચે જણાવેલ આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી. દ્વારા હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને મ્હે . સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી ભચાઉ મોકલી આપવામા આવેલ અને પ્રાંત કચેરી ભચાઉ તરફથી હદપારી દરખાસ્ત મંજુર રાખી છ માસ માટે કચ્છ જિલ્લાની હદમાંથી હદપાર કરવાનાં હુકમો ઇશ્યુ કરતા શ્રી એમ.એન.રાણા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. શ્રી આર.આર.વસાવા પોલીસ ઈન્સપેક્ટર લાક્ડીયા તથા એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ બે ઇસમોને હદપાર હુડમની બજવણી કરી હદપાર કરવામાં આવેલ છે . અટકાયતીનું નામ ( ૧ ) જયેંદ્રસિંહ અમરસંગ જાડેજા ઉ.વ. ૩૪ રહે.દરબાર વાસ , શીવલખા તા . ભચાઉ ( ૨ ) બાલુભા રામજી જાડેજા ઉ.વ. ૩૫ રહે . દરબાર વાસ , શીવલખા તા.ભચાઉ
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા લાકડીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર આર.આર.વસાવા તથા એલ.સી.બી.સ્ટાફ તથા લાકડીયા પોલીસ સ્ટેશન કરવામા આવેલ છે
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756