ડભોઇ પોલીસ વિભાગ દ્વારા થુવાવી શાળા ના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

આજરોજ ડભોઇ તાલુકાના થુવાવી ગામ માં આવેલ પ્રાથમિક શાળા ખાતે ડભોઇ પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવેલ વૃક્ષા રોપણ ના કાર્યક્રમમાં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતા એ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના હાથે વૃક્ષારોપણ કર્યું હતું. બાળકો માં પર્યાવરણ વિશે જાગૃતતા આવે તે હેતુ થી ડભોઇ પોલીસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વર્તમાન સમય માં વાતાવરણ માં પ્રદુષણ ની માત્ર દિવસે ને દિવસે વધતી જાય છે જેની અસર સ્વાસ્થ્ય પર પડી રહી છે આવા સંજોગો માં દરેકે પર્યાવરણ ની જાળવણી થાય તેમજ સ્વચ્છ તેમજ પ્રદુષણ મુક્ત વાતાવરણ મળે માટે વધુ માં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે તેવા ઉમદા હેતુ થી ડભોઇ પોલીસ વિભાગ દ્વારા 300 જેટલા વૃક્ષો વિદ્યાર્થીઓ ની સાથે વાવણી કરી હતી આ પ્રસંગે ડભોઇ મતવિસ્તાર ના ધારાસભ્ય શૈલેષ મહેતા,ડભોઇ પોલીસ પી.આઈ એસ.જે.વાઘેલા,જિલ્લા માનદ અધિકારી હેમંતભાઈ પાઠક, શાળા ના આચાર્ય,કર્મચારીઓ તથા થુવાવી ગામના સ્થાનિક આગેવાનો હાજર રહ્યાં હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756