કેરલા થી મક્કા પગપાળા જવા નીકળેલા યુવાન નું બાસ્કા -હાલોલ માં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત.

ઇસ્લામિક પવિત્ર સ્થળ મક્કા હજ માટે જિંદગી માં એક વાર જવા માટે લોકો ઉમીદ રાખતા હોય કે જીવન માં એક વાર અલ્લાહ અમને હજે બોલવે તેવી દરેક નમાજમાં દુવાઓ કરતા હોય છે કે આ વર્ષે આલ્લાહ અમને તેના દ્વારે બોલવે અનેં અમને ત્યાં દર્સન મળે. હજમાં જવામાટે અગાવથી ત્યારીઓ માં લાગી જતા હોય છે. મનમાં એક ઈચ્છા રાખતા હોય છે કે મૃત્યુ પહેલા આલ્લહા અમોને એક વાર તેના દ્વારા ના દર્શન કરાવે. સદીઓ પહેલા મુસ્લિમ લોકો ઉંટ, ઘોડા અનેં પગપાળા ચાલીને હજે જતા હતાં 1400 વર્ષ પહેલા લોકો પગપાળા ચાલીને હજ પડવા જતાં હતાં તે પરંપરા ને આજે કેરાલા ના યુવાન સિંહબભાઇ જીવિત કરી છે. કેરલા થી મક્કા 8700 કી. મી બાય રોડ નો સફર પગપાળા ચાલીને જવા માટે કેરલા નો યુવાને જહેમત ઉઠાવેલ છે આ યુવાન રોજ 50 કી. મી ચાલે છે પરંતુ લોકો તેઓને એક ઝલક જોવા માટે હજારો ની સઁખ્યામાં ઉમટી આવતા હોય છે તેના કારણે તેવો ફક્ત 25 કી. મી નો અંતર જ કાપી સકે છે અનેં ભારે હાલાકી વેઠવી પડે છે ગત રોજ કેરલા નો આ યુવાન બાસ્કા સર્વોત્તમ હોટલ ખાતે આવી પહોંચ્યો હતો અહીંયા તેવોને જોવામાટે હજારો ની સંખ્યામાંમાં લોક ચાહકો ઉમટી આવ્યા હતાં. બાસ્કા સર્વોત્તમ હોટલ થી હાલોલ ટોલ નાકા સીધી ક્લોકો સુધી હાઇવે 2 થી 3 કલાક સુધી જામ થઇ જવા પામ્યો હતો આપણાભારત દેશનો એક નવયુવાન જે ધાર્મિક યાત્રા કે જેને હજ યાત્રા તરીકે ઓળખવામાં આવે છે તે હજયાત્રા માટે પગપાળા કેરલ થી મક્કા (સાઉદી અરબિયા) જવા માટે નીકળ્યા છે જેમનું નામ સિહાબ છોટેટુર છે તેઓ ભારત દેશમાંથી વાયા પાકિસ્તાન, ઈરાન, કુવેત, થઈ પગપાળા સાઉદી અરેબિયા પહોંચશે અને 2023 માં મક્કા શરીફ મા હજ અદા કરશે. આપને સૌ સાહિબ છોટેટુર માટે દુઆ પ્રાર્થના કરીએ કે તેઓ સહી સલામત જાનમાલની સલામતી સાથે તેમના પ્રવાસમાં કામયાબ થાય અને પવિત્ર બંદગી હજ માં તેમની લબ્બેક (હું હાજીર છું.)થાય એવી આપણે સૌ દેશવાસીઓ દુવા કરીએ.અને આ સાથે હું તથા સમગ્ર મુસ્લિમ સમાજ તરફ થી ગુજરાત પોલીસ પ્રશાસન વિભાગ ને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત પોલીસ વિભાગ શિહાબ છોટેટુર ને કોઈપણ પ્રકારની કે મુશ્કેલી કે અગવડ ઊભી ના થાય અને તેઓ તેમના પ્રવાસ સ્થળે સહી સલામત પહોંચી જાય તે ફિકર ચિંતાથી અડીખમ ઊભા રહી તેમની સાથે પગપાળા ચાલી પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવી રહ્યા છે તે બદલ ગુજરાત પોલીસને અમે સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી દિલથી સલામ અને આભાર વ્યક્ત કરીએ છીએ.. આટલુ જ નહીં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અનેં તેવોની યૂટ્યૂબ ચેનલ ઉપર તેવોના ફોલ્વર મિનિટે ને મિનિટે વધી રહ્યા છે અનેં ઇન્સ્ટાગ્રામમાં ફક્ત ટૂંક જ સમયમાં જેવો કે કોઈ સેલીબિરિટી ની જેમ ફોલ્વર વધી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેવો ને બ્લ્યુ સ્ટિક પણ આપી દેવા માં આવી છે અને ભારતમાં પ્રથમ વાર કોઈ પગપાળા ચાલી ને હજે જઈ રહ્યો છે.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 5575