ડભોઇ ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લા ના ડભોઇ સત્તરગામ પટેલ સમાજ ની વાડી ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જ્વલ ભવિષ્ય વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા ના ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો ના અધ્યક્ષસ્થાને સરકાર ની વિદ્યુત ક્ષેત્ર ની અભૂતપૂર્વ સિદ્ધિઓ ને લોકો સુધી પહોંચાડવા માટે વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં રાજ્ય માં જ્યોતિગ્રામ યોજના,સૂર્ય ગુજરાત યોજના,કુટીર જ્યોત તથા ઝૂંપડપટ્ટી વીજ જોડાણ યોજના,ખેડૂતોને વીજ બિલ માં રાહત આપવાની યોજના,જેવી અન્ય તમામ યોજના ઓ અમલ માં મુકવામાં આવી છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય માં આ યોજના ઓ ના અસરકારક અમલ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરી સર્વાંગી વિકાસ સાધવામાં આવ્યો છે તેમજ વિવિધ રાજ્યો ની વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ ને દર્શાવતી ટૂંકી ફિલ્મો કાર્યક્રમ માં દર્શાવવા માં આવી હતી.આ સાથે જ શાળા ના બાળકો દ્વારા નાટક ભજવી વીજળી બચાવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.તેમજ લાભાર્થીઓ ને વિના મૂલ્યે ઘરગથ્થું વિજજોડાણ ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા કલેકટર એ.બી.ગોર,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ,એસ.ડી.એમ પંચાલ સાહેબ,વાઘોડિયા ના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ,શિક્ષણ સમિતિ ના અશ્વિનભાઈ વકીલ,તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ,તેમજ જિલ્લા કેળવણી મંડળ ના શશિકાન્તભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756